Abtak Media Google News

અબતક, રાજકોટ

વિશ્વસ્તરે ખ્યાતિ મળ્યા બાદ કેવડિયાની ઓળખ બદલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા વિશ્વ ફલક પર ચમક્યું છે. ત્યારે કેવડિયાના રેલવે સ્ટેશનને નવુ નામ મળ્યું છે. નર્મદા કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ એકતાનગર કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર એકતાનગરનું બોર્ડ ભરાવવામાં આવ્યું. નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરવામાં આવી હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલવામાં આવ્યું છે. ત્યારે કેવડિયામાં રેલવે સ્ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

પ્રવાસીઓ અને મુલાકાતીઓની પહેલી પસંદ પૂછવામાં આવે તો હવે કેવડીયા નામ લેવાઈ રહ્યું છે. અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઉભા કરાયા છે. જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરવામાં આવી છે, જેથી મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે. પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા-વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરાયુ હતું.

કેવડિયા દેશનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન છે. જ્યાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી છે, જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલશે. સોલાર પાવરથી 200 કિલો વોટનું વીજ ઉત્પાદન કરી શકાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.