Abtak Media Google News

નવા રંગરૂપ સાથે આધુનિક રીતે સજાવટ કરેલા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલીત ખાધી ગ્રામોદ્યોગ વેચાણ ભવન, ખાદી સરીતાનું ઉદઘાટન રાજયના મુખ્યમંત્રી યોજાયું હતુ અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલુ ઉપરોકત ખાદી ભવન શહેરમાં લોકો માટે ખરીદીનું માનીતું સ્થળ છે. વિજયભાઈએ જણાવ્યું કે ગાંધી વિચાર શાશ્ર્વત છે સત્ય, અહિંસા, કોમીએકતા, સ્વાવલબંન, સ્વદેશી, ખાધી ટ્રસ્ટીશીપ જેવા ગાંધીજીના વિચારો એટલાજ મહત્વના છે. ગાંધી લોહિયા દીનદયાળ ઉપાધ્યાય વિચારધારામાં ભારતની સમસ્યાઓનો ઉકેલ રહેલો છે. સામ્યવાદ વિશ્ર્વમાં અસ્ત પામ્યો છે. મૂડીવાદના પરિણામો અમેરિકા સહિતના દેશોએ અનુભવ્યા છે. ત્યારે એકાત્મ માનવવાદ ભારત માટે દિશા સુચક છે.

વિજયભાઈએ સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે થઈ રહેલી અને ૩૧મી ઓકટોબર જેનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થવાનું છે તે સરદાર વલ્લભભાઈની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈએ દેશના ૫૬૨ રજવાડાનું એકીકરણ કર્યું હતુ. તેનો વિજયભાઈએ વંદેમાતરમ ગીતના શબ્દોનો અર્થ સમજાવી ગુજરાત ગાંધી સરદારનું છે. તેનું ગૌરવ અકબંધ રાખવા અનુરોધ કર્યો હતો.

સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રકુમાર દેસાઈએ પ્રાસંગીક પ્રવચનમાં વિજયભાઈના રાજકોટ સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી અને કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી છે ત્યારે ખાદી ઉપર આગામી ગાંધી જયંતી ગાંધી ૧૫૦ નિમિતે યોગ્ય રીબેટ જાહેર કરશે. સમિતિના મંત્રી વલ્લભભાઈ લાખાણીએ પ્રાસંગીક વક્તવ્ય આપ્યું હતુ. ઉપપ્રમુખ હિંમતભાઈ ગોડાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં મનુભાઈ મહેતા, ખાદી બોર્ડના પ્રમુખ કુશળસિંહ પઢેરીયા, નાગરીક પુરવઠા અને કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી જયેશ રાદડીયા અમદાવાદના મેયર બીજલબેન પટેલ ઉપરાંત ખાદી કમિશન અને ખાદી બોર્ડના અધિકારીઓ રાજયની ખાદી સંસ્થાઓના સંચાલકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.