નૂપુર શર્માનું માથું વાઢવાનું ફરમાન બહાર પાડનાર ખાદીમની ધરપકડ

ઉશ્કેરીજનક વીડિયો વાયરલ કરી હત્યા કરનારને પોતાનું મકાન ઇનામમાં આપવાની કરી હતી જાહેરાત

નુપર શર્માના નિવેદન બાદ સમગ્ર દેશ ભડકે બરી રહ્યું છે ત્યારે અજમેરથી વધુ એક વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થયો હતો.જેમાં વીડિયો અજમેરની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીનો હતો.જેમાં ખાદિમ સલમાન ચિશ્તી નૂપુર શર્મા માટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. નૂપુર શર્માનું ગળું કાપીને લઈ આવશે તેને તે પોતાનું મકાન આપી દેશે તેવું ફરમાન બહાર પાડ્યું હતું જેના પગલે અજમેર પોલીસે વીડિયોને આધાર બનાવીને ખાદિમની સામે ફરિયાદ નોંધી હતી જેમાં તેની આજ વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે.

વાઇરલ વીડિયોમાં અજમેર દરગાહના ખાદિમ પોતાનું નામ સલમાન ગણાવ્યું છે. વીડિયોમાં રોતા રોતા તેમના વડીલોના સોગંદ ખાઈને સલમાન કહે છે, મને મારી માના સોગંદ.. હું તેને જાહેરમાં ગોળી મારી દેત, મને મારાં બાળકોના સમ… હું તેને ગોળી મારી દેત અને આજે પણ છાતી ઠોકીને કહું છું, જે પણ નૂપુર શર્માનું ગળું કાપીને લઈને આવશે તેને મારું ઘર આપીને હું રસ્તા પર આવી જઈશ. આ સલમાનનો વાયદો છે.વીડિયોમાં આગળ તેણે પોતાને તેમના ખ્વાજાના સાચા સિપાહી ગણાવીને કહ્યું છે કે હું આજે પણ ચીરવાની તાકાત રાખું છું. વાઇરલ વીડિયોમાં સલમાન મુસ્લિમોને ઉશ્કેરવાની વાતો કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 17 જૂને ગરીબ નવાઝની દરગાહમાંથી બહાર કાઢવામાં આવેલા મૌન સરઘસમાં દરગાહના ખાદિમ ગૌહર ચિશ્તીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. બાદ અજમેર શહેરના અલવર ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં અજમેર પોલીસે તેની આજે વહેલી સવારના રોજ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ કરી છે.