Abtak Media Google News

ડ્રગ્સનો કારોબાર કરી યુવાધનને કાળા અંધકારમાં ધકેલી દેનારા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ગુજરાત ટીમે સુરત ખાતેથી ફરી એક વખત મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા 6 શખ્સોને ઝડપી 1 લાખ રોકડ, અને 2 વાહનો સહિત 724 કિલો ગાંજો કબ્જે કરવામાં આવ્યો છે. હાલ તો એનસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છ શખ્સોને એનસીબીની ટીમે ગાંજાના જથ્થા સાથે સુરતમાંથી ઝડપી લીધા છે. ગાંજો ભરી એક ટ્રક ઓડિશાથી સુરત આવવાનો હોવાની માહિતી એનસીબીને પેહેલેથી જ હતી અને તે દરમ્યાન આ જથ્થો જે વ્યક્તિ રીસિવ કરવાની હતી તેના સહિત 6 લોકોને એનસીબીએ ઝડપી લીધા. આ સાથે જ ગાંજાના જથ્થા ઉપરાંત બે વાહનો અને એક લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકારની કાર્યવાહીથી આંતરરાજ્ય ટીમનો પર્દાફાશ એનસીબીએ કર્યો છે. આ સિવાય પણ ડ્રગ્સ સિન્ડિકેટને તોડવા રાજ્યની પોલીસ કમર કસી રહી છે અનેક મોટા કંસાઈમેન્ટ પકડી ડ્રગ પેડલરોનો જેલ હવાલે કર્યા છે.

ત્યારે એનસીબીએ ગત જૂન માસમાં જ ડ્રગ્સના ત્રણ કેસો કરી મોટી સફળતા હાંસલ કરી છે. અગાઉ એનસીબીએ વાપીમાંથી સાયકોટ્રોફિક સબસ્ટેન્સના ઉત્પાદનમાં સામેલ ફેક્ટરીમાંથી સાયકોટ્રોફિક સબસ્ટેન્સનો 68 કિગ્રા જથ્થો જપ્ત કર્યો હતો. બાદમાં અમદાવાદમાં અન્ય એક કાર્યવાહી કરી એનસીબી ટીમે 523 કિગ્રા ગાંજા સાથે ડ્રગ ટ્રાફિકિંગમાં સામેલ 14 લોકોની ધરપકડ કરી હતી. જોકે આમ જૂન મહિનામાં જ ડ્રગ્સનો કુલ 1315.700 કિગ્રાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.