Abtak Media Google News

નરગીસ ફખરી અને સંજય દત્તે બર્ફીલા વાતાવરણમાં કર્યુ ફિલ્મનું શુટિંગ

નરગીસ ફખરીએ તેની આગામી ફિલ્મ તોડબાજ ના શુટીંગ લોકેશનના કેટલાક ફોટો સોશ્યીયલ મીડીયામાં શેર કર્યા હતા. આ ફોટામાં તે સંજયદત સાથે કિર્ગીસ્તાનના બર્ફીલા પહાડ પર ઠંડીની મજા લઇ રહેલી દેખાય છે. નરગીસ દ્વારા શેર કરેલા કેટલાક લોકેશન ગમે ઓફ થ્રોની સીરીઝની યાદ પણઅપાતી જાય છે.

નરગીસ ફખરી છેલ્લે બેન્જો મુવીમાં જોવા મળી હતી. જેનો કો-સ્ટાર રિતેષ દેશમુખ હતો. નરગીસ ફખરી સલમાન ખાનની આગામી ફિલ્મ રેસ-૩નું પણ મહેમાન ભૂમિકા ભજવવાની છે.નરગીસે ફોટો શેર કરવાની સાથે સાથે કહ્યું હતું કે મ મારી કારકીર્દીમાં ઘણા સ્થળો જોયા છે પરંતુ આ સ્થળ એ બધા જ સ્થળો કરતાં વધુ રમણીય છે. સંજયદત્ત સાથે કામ કરવું એ પણ એક ખુશીની વાત છે.સંજયદત્ત જેલની સજા પુરી કર્યા બાદ ભૂમિ મુવીમાં જોવા મળ્યો હતો. તે સાહેબ, બીવી ઔર ગેંગસ્ટાર-૩, અને મુન્નાભાઇ સીરીઝની નવી ફિલ્મમાં પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે નરગીસ ફખરી અને સંજયદતને ચમકાવતી તોડબાજ ગીરીશ મલીક દ્વારા ડાયરેકટ કરવામાં આવી છે. તેની રીલીઝ ડેટ હજુ જાહેર કરી નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.