Abtak Media Google News

વિવિધ સમિતિઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ

ધોરાજી ખાતે બહારપુરા સફૂરા નદી ના કિનારે જેઓ નું મજાર આવેલ છે એવા ગરીબો ના સહારા  અને દુખીયા ઓ ના બેલી  હજરત ખ્વાજા મોહકમુદ્દીન સેરાની નો કોમી એકતા પ્રતીક સમાન ૨૪૩ મોં ઐતિહાસિક ઉર્ષ મેળો તા ૧૭ ઓક્ટોબર ને ગુરુવાર થી ચાર દિવસીય યોજાનાર છે

Advertisement

ઐતિહાસિક ઉર્ષ મેળાની ઉજવણી માટે દરગાહ શરીફ ના  ખાદીમો દ્વારા દરગાહ શરીફ ખાતે ઉર્ષ મેળાની તડામાર તૈયારીઓ પૂર જોશ માં ચાલી રહી છે

દરગાહ શરીફ ના ખાદીમો એ જણાવેલ હતું કે ભારત ભાર માં કોમી એકતા ની મિસાલ કાયમ જીવંત રાખતું એક ધાર્મિક સ્થળ છે આ ઉર્ષ મેળામાં હિન્દૂ મુસ્લિમો કોઈપણ જાતના ભેદભાવ વગર દરગાહ શરીફ પર શીશ ઝુકાવતાં હોઈ છે અને સાથો સાથ લોકમેળાની પણ મજા  માણતા હોઈ  છે

ઉર્ષ  મેળાના પ્રથમ દિવસ તા ૧૭ ને ગુરુવારે બપોરે ૩ કલાકે દરગાહ શરીફ ના તમામ ખાદીમો ની ઉપસ્થિતિ માં સાલતો સલામ અને વિશ્વ શાંતિ માટે દુઆ એ ખેર થશે અને બાદ માં વડવાઓ ની પરમ્પરા મુજબ તમામ ખાદીમો  નું સાફ બંધાવી અને ફુલહાર કરી અને સન્માન કરવામાં આવશે

અને બાદ માં વિશાળ સંદલ શરીફ નીકળશે જેમાં વિશ્વ પ્રખ્યાત સુપ્રસિદ્ધ જાંબુર ના સીદીબાદશાહ નું આદિવાસી નૃત્ય એ લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે આ સંદલ શરીફ શહેર ના મુખ્ય માર્ગો પાર ફરી અને દરગાહ શરીફ ખાતે રાત્રે ૮ કલાકે પૂર્ણ થશે

ઉર્ષ શરીફ ના ચાર દિવસ દરોજ રાત્રે ૧૦ કલ્લાકે દરગાહ શરીફ માં ખાદીમો દ્વારા મહેફિલ એ નાત સહીત અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવેલ છે

ઉર્ષ મેળા દરમ્યાન મેળાના ગ્રાઉન્ડ માં સૌરાષ્ટ્ર ના મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી નું એક ટેન્ટ પડે છે જે ટેન્ટ માં દરગાહ શરીફ માં દર્શને આવતા દર્શનાર્થીઓ વિસામો લે છે અને ખાસ કરી ને રાજકીય આગેવાનો હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગ્રણીઓ અને સરકારી  અધિકારીઓ આ ટેન્ટ ની મુલાકાત લે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.