Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર જિલ્લાના જોડીયા ટાઉન માંથી એક સગીરાનું  અપહરણ કરાયું હતું .  મોરબીનો એક શખ્સ ઉઠાવી ગયો હોવાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવાતાં પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરાઈ છે.
જોડિયા ટાઉનમાં મોટો વાસ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક તરુણીનું તેણીના ઘેરથી તાજેતરમાં અપહરણ થઈ ગયું હતું. પરિવાર જનો દ્વારા તપાસ કરાવતાં મોરબી જિલ્લાના બેલા ગામનો હૈદર દોસ્ત મહંમદ જામ નામના શખ્સ દ્વારા તેણીનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સગીરાના પિતાનું નિવેદન નોંધી તેની ફરિયાદના આધારે મોરબીના આરોપી હૈદર દોસ્તમામદ જામ સામે અપહરણ અંગે ગુનો નોંધ્યો છે અને તપસ હાથ ધરી છે .

Advertisement

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.