‘કિંગખાન’ અમેરિકનોને ક્રિકેટના પાઠ શીખવશે!

અમેરિકામાં બેઝબોલ અને બાસ્કેટબોલની જેમ ક્રિકેટમાં પણ મોટી ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાશે: શાહરૂખ ખાનની ફ્રેન્ચાઈઝી અને અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઇઝ વચ્ચે ભાગીદારી

ક્રિકેટ તરફ કરોડો લોકો ક્રેઝ ધરાવે છે. આઇપીએલ, વર્લ્ડકપ તેમજ અન્ય દેશોની સ્થાનિક ક્રિકેટ લીગ સહિતના અનેક આયોજનો દર વર્ષે થતા હોય છે. ખાસ કરીને આઇપીએલ ઉપર સૌની નજર હોય છે આઈપીએલ કરોડો રૂપિયા કમાવવાનો રસ્તો છે. પરિણામે કોરોના જેવી મહામારી વચ્ચે પણ બીસીસીઆઇને આઇપીએલનું આયોજન કરવું પડ્યું હતું દર વર્ષે કરોડો રૂપિયા ક્રિકેટમાંથી આવતા હોવાના કારણે અમેરિકાના કોર્પોરેટ દ્વારા પણ ક્રિકેટ તરફનો પ્રેમ વધતો જાય છે. ધીમે ધીમે ક્રિકેટનું ચલણ વધી રહ્યું છે જેના પરિણામે અમેરિકાના ક્રિકેટ એન્ટરપ્રાઈઝ દ્વારા શાહરુખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે કરાર કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

ક્રિકેટ એન્ટરપ્રાઇઝ અમેરિકામાં અત્યાર સુધી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જોકે હવે ભારતીય આઇપીએલ ટિમના સુકાની પદે આ એન્ટરપ્રાઇઝ વધુને વધુ આયોજનો હાથ ધરશે. અમેરિકામાં ક્રિકેટની ખ્યાતિ વધે તેવા પ્રયાસો થશે  પૈસા રળવાની સાથોસાથ અમેરિકામાં ક્રિકેટમાં પ્લેયર્સ નું કૌવત બહાર આવે તેવા પ્રયાસો પણ થશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં બાસ્કેટબોલ, બેઝબોલનું ચલણ વધુ પ્રમાણમાં છે બેઝબોલ અને બાસ્કેટબોલમાં મોટાભાગના ખ્યાતનામ પ્લેયર અમેરિકાના છે. ક્રિકેટ કલ્ચર હજુ અમેરિકાના યુવાધનને અપનાવ્યું નથી આવી સ્થિતિમાં થોડા સમય બાદ અમેરિકામાં ટી૨૦ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં આંતરરાષ્ટ્રીય પ્લેયર ભાગ લેશે.

કલકત્તા નાઈટ રાઈડર્સ દ્વારા કેરેબિયન પ્રિમિયર લીગમાં પણ અલાયદી ટીમ રાખવામાં આવી છે. આ ટીમ ની ખરીદી ૨૦૧૫માં થઈ હતી કેકેઆર અને રેડ ચિલ્લી એન્ટરટેનમેન્ટ ના સીઈઓ મૈસુરનું માનવું છે કે અમેરિકામાં ક્રિકેટથી પૈસા રડવાની સાથોસાથ યુવાનોમાં કૌવત ખીલવવા આ રણનીતિ લાંબા ગાળાની રહેશે.