Abtak Media Google News

મમ્મી : બેટા, આજે મને ખૂબ આનંદ થયો કે તું સાયકલ ચલાવે છે.

મોન્ટુ : હા, મમ્મી પણ આજે શું કામ અચાનક આવી વાત કરો છો?

મમ્મી : બેટા,આજે તને ખબર છે શું ?

મોન્ટુ : ના, મમ્મી કઈક ખાસ છે ત્યારે આજે તમે મારા વખાણ કરો છો.

મમ્મી : હા, બેટા આજે વિશ્વ સાયકલ દિવસ છે. શું તું એની વિશે જાણે છે ?

મોન્ટુ : ના મમ્મી, તમને ખબર હોય તો મને કહો.

વિશ્વ સટાયકલ દિવસ ઇતિહાસ :-

આજે આ દિવસ ખાસ કરી દુનિયામાં થયેલી એક મોટી અસરને કારણે દુનિયામાં ઉજવામાં આવે છે. લેઝેક સિબિલ્સ્કીના ક્રૂસેડ પછીની અસર અને તુર્કમેનિસ્તાન અને 56 જુદા દેશોની વિશ્વ સાયકલ દિવસની ઉજવણી માટે કરવામાં આવેલી મદદની અસર છે. ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસમ્બ્લી દ્વારા ન્યુ યોર્ક ખાતે તેની મિટિંગમાંથી અનેક ત્યાના  અધિકારીઓ, રમતવીરો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસની વિશ્વભરમાં ઉજવણી શરૂ કરવામાં આવી હતી.

સાયકલ વિશે અજાણી વાતો:-

04142014Pennyfarthing

  • સૌ પ્રથમ આ સાયકલ યુરોપમાં ૧૮મી સદીમાં વિચાર આવ્યો હતો. તે પેરિસના એક કારીગર દ્વારા ૧૮૧૬માં બનવામાં આવી હતી.
  • આ સાયકલમાં મોટી ભૂમિકા ભજવતા તેના પેડલની શોધ કરી હતી.
  • વેલોસિપેડ તેને નામ અપાયું હતું . તેની વધતી માંગની લોકપ્રિયતાને કારણે, ઇંગ્લેંડ, ફ્રાન્સ અને અમેરિકાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકોએ ઘણા સુધારા કર્યા અને વર્ષ 1872 માં તેને એક સુંદર દેખાવ આપ્યો.
  • આ પ્રથમ સાયકલ તે મુખ્ય રીતે  ચક્ર 30 ઇંચથી લઈને 64 ઇંચ અને પાછળનું વ્હીલ લગભગ 12 ઇંચ હતું. ક્રેન્ક્સ ઉપરાંત, બુલેટ બેરિંગ્સ અને બ્રેક્સ પણ લાગુ કરવામાં આવ્યા હતા. આ સાયકલને આથી તે યુગની સૌથી આધુનિક સાયકલ તરીકે ઓળખવામાં આવી હતી.
  • ત્યારે આ સાયકલ તે ભારતમાં ૧૯૬૦-૧૯૯૦ સુધી ખૂબ પ્રચલિત થઈ. તેનાથી ભારતમાં આર્થિક રીતે ઘણી સહાય મળી.

સાયકલ સાથે જીવન કેવું ?

આજે ધીરે-ધીરે લોકો સમયના પરીવર્તન સાથે સાયકલમાંથી વિવિધ વાહનો તરફ જવા માંડ્યા છે. ત્યારે નાનપણની સાયકલ હવે ભૂલાતી જાય છે. પણ આ સાયકલ સાથે જીવન જીવમાં આવે તો પ્રકૃતિ સાથે સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. તો આ સાયકલ તે પ્રકૃતિનું સંરક્ષણ કરવા માટે ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. તો તેનાથી વાતાવરણને ખૂબ લાભ થાય અને સાથે જીવનને પ્રકૃતિ માળવા મળે છે. સાથે પહેલાના જમાનાનું એક વાહન મુખ્ય વાહન વ્યવહાર ગણવામાં આવતું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.