Abtak Media Google News

વિશ્વએ ભારત ઉપર મુકેલા વિશ્વાસમાં ખરા ઉતરવા ઉધોગોને મોદીનું આહવાન

દેશ બદલ રહા હૈ વૈશ્વિક સ્તર પર પોતાની આગવી છાપ ઉભી કરવા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સ્થાનિક ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા ઈન્ડસ્ટ્રીઝ દ્વારા સ્થાનિક પ્રોડકટોને વિકસિત કરવું પડશે. અર્થવ્યવસ્થામાં ગતિ જરૂરથી આવશે. આજે દેશનું સૌથી મોટું સત્ય એ છે કે ભારતે લોકડાઉન છોડી દીધું છે અને અનલોક ફેઝ-૧માં પ્રવેશ કર્યો છે. ઈકોનોમીનો મોટો ભાગ આ તબક્કે ખુલ્યો છે. ૧૨૫ વર્ષમાં સીઆઈઆઈને મજબૂત બનાવવામાં જેણે ફાળો આપ્યો તે અત્યંત કાબીલેદાદ છે. જેઓ આપણી વચ્ચે નથી તેઓને હું આદરપૂર્વક નમન. મહામારીના આ સમયગાળામાં, આના જેવી ઓનલાઇન ઇવેન્ટ્સ હવે સામાન્ય બની રહી છે. આ માણસની સૌથી મોટી તાકાત છે. આપણે લોકોના જીવ બચાવવાની સાથો સાથ દેશની આર્થિક સ્થિતિને પણ વેગવંતી બનાવવી તેને મજબુત કરવી પડશે. આપણે બધા તમામ ઉદ્યોગકારોને અભિનંદન પાઠવવા જોઈએ કારણકે આ સમયગાળા દરમિયાન તેઓએ દેશની સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ સમયગાળા દરમિયાન દેશનાં ઉધોગોને ઘણી માઠી અસરનો પણ સામનો કરવો પડયો છે પરંતુ દેશની સ્થિતિને પાટે લાવવા માટે ભારતે આત્મનિર્ભર બનવું પડશે જે માટે સરકાર દ્વારા ૨૦ લાખ કરોડ રૂપિયાનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હાલ ભારત દેશ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સરકારની વિચારસરણીને ઉધોગ જગત સામે વડાપ્રધાન મોદી દ્વારા રજુ કરવામાં આવી હતી. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉધોગોને આત્મનિર્ભર બનાવવા માટે ભારત હવે વિકાસની ગતિ પર આગળ વધશે જે કાર્ય મુશ્કેલ નથી જેનું એકમાત્ર કારણ એ પણ છે કે ઉધોગો હવે આત્મનિર્ભર ભારતનાં રૂપમાં સ્પષ્ટ માર્ગ પર ચાલી રહ્યા છે. વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણે આશ્ચર્યચકિત થશો કે કટોકટીની આ ઘડીમાં હું આત્મવિશ્વાસ સાથે કેવી રીતે બોલું છું. આનાં ઘણાં કારણો છે. મને ભારતની પ્રતિભા અને તકનીક પર વિશ્વાસ છે. અન્ય દેશો સાથે સરખામણી કરવામાં આવે તો ભારત દેશને અનેકવિધ ફાયદો

પહોંચ્યો છે બીજી તરફ લોકડાઉનમાં પણ દેશે અનેકવિધ પડકારોનો સામનો કર્યો છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે, આગળ શું છે? ઉદ્યોગના નેતા તરીકે, આ પ્રશ્ન તમારા મગજમાં ચોક્કસપણે રહેશે, અમે શું કરવા જઈ રહ્યા છીએ. મને આત્મનિર્ભર ભારત અભિયાન વિશે પણ ખાતરી છે કે તમને સવાલો થશે. આ સ્વાભાવિક છે. કોરોના સામે અર્થવ્યવસ્થાને ફરીથી મજબુત બનાવવી એ અમારી પ્રાથમિકતા છે. જે નિર્ણયો તાત્કાલિક લેવાની જરૂર છે તે લેવામાં આવી રહ્યા છે. લાંબા ગાળે મદદરૂપ થવાનાં નિર્ણયો પણ લીધાં હતાં. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા ગરીબોને તાત્કાલિક લાભ આપવામાં ઘણી મદદ મળી. ૪ કરોડ લોકોના ઘરે રાશન પહોચાડ્યું. પ્રવાસી કામદારોને નિ:શુલ્ક રેશન પણ આપવામાં આવી રહ્યું છે. ૫૩ હજાર કરોડથી વધુની મદદ કરી છે.

૧૫૦ દેશોને મેડિકલ સપ્લાય પહોંચાડવાનું ‘ફળ’ મળશે: વડાપ્રધાન મોદી

આત્મનિર્ભર ભારત બનવા તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આ મહામારીનાં સમયમાં ભારત દેશે વિશ્ર્વનાં ૧૫૦થી વધુ દેશોને મેડિકલ સહાય પુરી પાડી છે અને તબીબી પુરવઠો મોકલી માનવતાવાદની મિશાલ પણ કાયમ કરી છે જે વિશ્ર્વમાં ભારતની શાખને પ્રસ્થાપિત કરવા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ અને કારગત સાબિત થશે. ભારત પાસે આ પ્રકારની સેવા કરવા માટેની હજુ અમુલ તકો પણ છે જેને દેશે સાપડવી જોઈએ. હાલના સમયમાં જો ઉધોગકારો આ તકનો પુરેપુરો લાભ લ્યે તો તેની સીધી જ અસર દેશની અર્થવ્યવસ્થા પર પડશે અને દેશનું અર્થતંત્ર વિકાસની ગતિ પણ પકડશે. વૈશ્ર્વિક દેશોમાં હાલ ભારત પ્રત્યેનો વિશ્ર્વાસ સંપૂર્ણપણે ઉજાગર થયો હોય તેવું પણ માનવામાં આવે છે જે દેશ માટે નવી આશાનું કિરણ પણ બન્યું છે.

આ મહામારીનાં સમયમાં જયારે જે દેશને જરૂરીયાત હતી તે સમયે અન્ય દેશોએ પીછેહઠ કરી હતી પરંતુ એકમાત્ર ભારત દેશ જ એ દેશ છે કે જેને આપાતકાલીન સમયમાં અન્ય દેશોની પડખે ઉભા રહી તેઓને જરૂરીયાત મુજબનો મેડિકલ પુરવઠો આપ્યો હતો. આવનારા સમયમાં આ જ દેશો સાથે ભારતનાં વ્યાપારીક સંબંધો પણ વધુ ગાઢ બનશે તેનો સીધો જ ફાયદો દેશની અર્થવ્યવસ્થા અને ઉધોગોને પહોંચશે.

વિકાસ માટે પાંચ ‘આઈ’ની ફોર્મ્યુલા

દેશનાં વિકાસ માટે દેશે અનેકવિધ પ્રવૃતિઓ કરવી પડશે જેના માટે આત્મનિર્ભર અભિયાન ભારત માટે અત્યંત લાભદાયી સાબિત થશે. વડાપ્રધાન મોદી દ્વારા પાંચ ‘આઈ’ પર પ્રાધાન્ય આપ્યું હતું જેમાં ઈન્ટેન્ટ એટલે કે ઉદેશ, ઈન્કલુઝન એટલે કે સમાવેશ. ત્યારબાદ ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશનને પ્રાધાન્ય આપ્યું હતું. તેમનાં જણાવ્યા મુજબ ભારત દેશે આ તમામ મુદ્દે મહત્વપૂર્ણ ફાળો આપવો પડશે અને આ પાંચ આઈ પર જ ધ્યાન કેન્દ્રિત કરી આ કાર્ય આગળ ધપાવવું પડશે. ભારત દેશ ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઈન્વેસ્ટમેન્ટની સાથો સાથ ઈનોવેશન ઉપર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો તેનો સીધો જ ફાયદો દેશને પહોંચશે. આવનારા સમય ઈનોવેશનથી ભરપુર હોવાથી દેશ માટે ઉજળી તક છે જો આ તમામ આઈ ઉપર ભારત દેશ ધ્યાન કેન્દ્રિત કરે તો વધુ મજબુત બનશે. હાલ ટેકનોલોજી અને ઈનોવેશન તરફ ભારત અગ્રેસર થઈ રહ્યું છે જે દેશ માટે અત્યંત સારી સ્થિતિ કહી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.