Abtak Media Google News

આઈપીએલની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે, દરેક ટીમના દરેક ખેલાડીઓ પોતાનું અલગ અલગ પ્રદર્શન બતાવી રહ્યા છે ત્યારે રોયલ ચેલેન્જસ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ IPL 2023ની ધમાકેદાર શરૂઆત કરી હતી. વિરાટની શાનદાર ઇનિંગ્સના આધારે તેની ટીમ ચાલુ સિઝનમાં પ્રથમ મેચ જીતવામાં સફળ રહી હતી. કોહલીએ જે રીતે મેચ પૂરી કરી તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે આગામી મેચોમાં ધમાલ મચાવશે. આ દરમિયાન વિરાટ કોહલીની 8 શબ્દોની કવિતાની ચર્ચા જોરમાં છે. RCBએ વિરાટની કવિતાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને લોકો વખાણી રહ્યા છે.

RCBએ મંગળવારે તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો આઈપીએલ શરૂ થવા પહેલાનો છે. વીડિયોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કન્ટેન્ટ ક્રિએટર નેગ્સ કોહલીને કવિતા લખવા માટે 8 શબ્દો આપે છે. આ 8 શબ્દો છે- ફાયર, બેટ, અથાણું, બતક, સફર, ભરતી, 49 અને માણસ. આ શબ્દો ઉમેરીને કોહલીએ એક અદ્ભુત કવિતા રચી હતી.

વિરાટને પ્રેમ કરનારા અને તેના જીવનથી પ્રેરિત એવા લોકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં હાજર છે. આ વીડીયો જોયા બાદ સમજી શકાય કે વિરાટમાં બેટિંગ સિવાય બીજી પણ ઘણી પ્રતિભા છુપાયેલી છે. આ દરમિયાન તેની વધુ એક પ્રતિભા સામે આવી છે. વિરાટ કોહલી પણ કવિ છે. તમે પણ તેમની આ કવિતા સાંભળીને અચૂક પ્રેરણા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.