Abtak Media Google News

દક્ષિણ કોરિયાની કાર બનાવતી કંપની કિયા મોટર્સ ભારતમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. કંપની ભારતમાં એસયુવી અને સેડાન કારનું મેન્યૂફેક્ચરિંગ કરશે, અને 2019 સુધીમાં આ કાર બજારમાં ઉપલબ્ધ થાય તેવી શક્યતા છે. કિયા મોટર્સ ભારતમાં 1.1 અરબ ડોલરના ખર્ચે એક કારખાનું સ્થાપવાની યોજના પર કામ કરી રહી છે. આ કારખાનામાં કારોનું ઉત્પાદન કરવામાં આવશે. કિયા મોટર્સ કોરિયાની બીજા નંબરની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે અને હુંડાઈ ગ્રુપનો હિસ્સો છે. તેમણે હાલમાં જ આંધ્રપ્રદેશ સરકાર સાથે અનંતપુર જિલ્લામાં એક પ્લાન્ટ સ્થાપિત કરવા માટે કરાર કર્યાં છે.

કંપનીના ભારતના પ્લાન્ટમાં એક વર્ષમાં 3 લાખ ગાડીઓનું ઉત્પાદન કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર તે ભારતના પ્લાન્ટમાં જ દેશ માટે કારનું ઉત્પાદન કરશે. શરૂઆતમાં કંપની સેડાન અને એસયુવી ગાડીના મોડેલનું ઉત્પાદન કરશે. સેડાન કારની હરીફાઈ હોન્ડા સિટી, મારુતિ સુઝુકી સિયાઝ અને વર્ના જેવી ગાડીઓ સાથે થશે. અસયૂવી કાર 4 મીટર લાંબી હશે. ત્યાર બાદ કંપની તેમની ફેમસ કાર Picanto અને Rio પણ માર્કેટમાં ઉતારશે.

કંપનીએ તેમના એક નિવેદનમાં જણાવ્યું કે 1.1 અરબ ડોલરના રોકાણ સાથે ભારતમાં આ તેમનો પ્રથમ પ્લાન્ટ છે. આ પ્લાન્ટનું કામ 2017ના અંતિમ ત્રિમાસિક ગાળામાં શરૂ થાય તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.