Abtak Media Google News

તલવાર, ધારીયા અને પાઈપથી સામ-સામે હુમલો ચાર ઘવાયા: બંને પક્ષે મળી છ સામે નોંધાતો ગુનો

જમીનની માણી કરવા ગયા ત્યારે થયેલી  બોાચાલી મારામારીમાં પરિણમી

રાજકોટ જિલ્લામાં કોટડા સાંગાણી તાલુકાના  અરડોઈ ગામે ખેતીની જમીનના હલણના  પ્રશ્ર્ને મામા-ભાણેજ પક્ષ વચ્ચે  મારામારીની ઘટના સામે આવી છે.જેમાં પોલીસે બંને પક્ષે  મળી બે ભાઈ સહિત છ શખ્સો સામે ગુનો નોંધી  ધોરણરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી  પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી નજીક અરડોઈ ગામે રહેતા   જયરાજભાઈ વલક્ુભાઈ વાળા ખેતીની જમીન માપણી માટે ગયા હતા ત્યારે શેઢા પાડોશી અને  પિતરાઈ ભાઈ રામકુભાઈ માંજરીયા અને ભુપતભાઈ  ખુમાણે  મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે રામકુભાઈ  માંજરીયાએ  મામાના પુત્ર જયરાજભાઈ વલકુભાઈ  અને તેના ભાઈ યોગીભાઈ લખધીરભાઈ અને નીરૂભાઈ  સહિતે તલવાર અને ધારીયા વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા  પ્રમાણે અરડોઈ ગામે જયરાજભાઈની વારસાઈ  ખેતીની જમીન આવેલી છે. તે જમીની બાજુમાં રામકુભાઈ માંજરીયાની ખેતીની જમીન આવેલી હોય અને તેણે જયરાજભાઈની ખેતીની જમીનમાંથી હલણ કાઢયા અંગે  ગત તા.28 એપ્રીલના રોજ કોટડા સાંગાણી પોલીસમાં ફરિયાદ આપી હતી.બાદ જયરાજભાઈ વાળા દ્વારા  પોતાની  જમીન માપણી માટે જરીફ સાથે વાડીએ  પોતાના ભાઈ યોગીભાઈ  સહિત સાથે કાર લઈને ગયા હતા ત્યારે રામકુભાઈ માંજરીયા સાથે બોલાચાલી થતા બંને વચ્ચે મામલો બિચકયો હતો. અને સામસામી મારામારીમાં પરિણામી હતી જેમાં ઘવાયેલા રામકુભાઈ માંજરીયા અને ભુપતભાઈ  ખુમાણને ગોંડલ અને   જયારે જયરાજભાઈ સહિતને સારવાર  અર્થે રાજકોટ ખસેડવામા આવ્યા છે.આ બનાવની જાણ થતા પી.એસ.આઈ.  કનારા, બીટ જમાદાર રાજભા ઝાલા અને   અનિરૂધ્ધસિંહ સહિતના સ્ટાફ દોડી જઈ બંને પક્ષની  ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.