Abtak Media Google News
સ્કેટીંગ રીંગનું ધો.૫ થી ૮ ના વિધાર્થીઓ દ્વારા ભવ્ય પ્રદર્શન સાથે ઉદ્દધાટન કરાયું: વિધાર્થીઓ આંતરરાષ્ટ્રીય અને સ્ટેટ લેવલ પર સ્કેટીંગમાં ઝળઝળતા ઉત્સુક

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કુલમાં ઇન્ટરનેશનલ કક્ષાની સ્કેટીંગ રીંગ (બેનટેક)નું ભવ્યાથી ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારોહમાં વિઘાર્થીઓ દ્વારા સ્કેટીંગ ડાન્સ, પીરામીડ તેમજ સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં રાજકોટ શહેર વ્યાયામ સંઘના પ્રમુખ ભરતસિંહ પરમાર તેમજ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ગજેરા સહવિશેષ ઉ5સ્થિત રહયા હતા.

Advertisement

Img 20220428 Wa0052

આ કાર્યક્રમને સફળ બનાવવા ક્રિષ્ટા ઇન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી તૃપ્તીબેન ગજેરાત તેમજ શાળાના શિક્ષકો અને વિઘાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

Untitled 1 681

ભારત તરફથી ઓલિમ્પિકમાં સ્કેટિંગનું પ્રાધાન્ય અમારા બાળકો કરે : રોનક રાવલ

Vlcsnap 2022 04 28 12H28M52S811

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડાયરેકટર રોનક રાવલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે

ગુજરાતના બાળકો અને અમારી શાળાના બાળકોને ઇન્ટરનેશનલ લેવલની રીંગનો લાભ લઇ શકે તે હેતુસર આ સ્કેટિંગ રિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમારું સપનું છે ભારત તરફથી ઓલમ્પિકમાં પ્રાધાન્ય સ્કેટિંગમાં અમારા બાળકો કરે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર વિદ્યાર્થીઓને પોહચડવા સ્કેટિંગ રિંગનું યોગદાન ખૂબ રહશે : ભરતસિંહ પરમાર

Vlcsnap 2022 04 28 15H00M05S049

 

રાજકોટ શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વ્યાયામ મંડળના પ્રમુખ ભરતસિંહ પરમારએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્કેટિંગ કરવા પહોંચાડવા પાછળ રીંગ નું યોગદાન ઘણું રહેશે. સમગ્ર ભારતમા સ્કેટિંગ રમત સાથે ગમ્મત અને જ્ઞાન બંનેનું મિશ્રણ છે.

આ પ્રકારની રિંગમાં પ્રેક્ટિસ કરી બાળકોને ભવિષ્યમાં મોટી તકો હાસલ કરે છે: તૃપ્તિબેન ગજેરા

Vlcsnap 2022 04 28 12H28M27S658

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ,

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં જે સ્કેટિંગ રિંગ બની છે 100 મીટરની લંબાઈ સાથે બેંટેક પ્રકારની બનાવવામાં આવી છે. આ પ્રકારની રીંગ સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યાંય જોવા મળશે નહીં. સ્ટેટ લેવલે રમતા બાળકો માટે રીંગ ખૂબ જ ફાયદાકારક છે. તેમજ બાળકોને  પ્રેક્ટિસમાં ઉપયોગી બની તેમના સ્કીલને ડેવલોપ કરી બાળકોને વધુ પ્રોત્સાહન આપે છે.

ખેલ મહાકુંભમાં અમારા બાળકો બેસ્ટ પર્ફોમન્સ સાથે વિજેતા બને છે: ભાવિક ફુલેત્રા

Vlcsnap 2022 04 28 12H28M31S904 1

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના સ્પોર્ટ હેડ ભાવિક ફુલેત્રાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,

ધોરણ 5થી 8ના બાળકો એ આ સ્કેટિંગ રિંગના ઉદઘાટન માં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં દર વર્ષે અમે પ્રથમ નંબરે અમારા બાળકો આવતા હોય છે. થોડાક જ દિવસમાં રીંગ પર પ્રથમ ટૂનામેચ પણ રમવા જશે.

સ્ટેટ લેવલ પર રમવા ઉત્સુક છીએ :વિદ્યાર્થીઓ

Vlcsnap 2022 04 28 12H28M43S047

ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના સ્કેટિંગના વિદ્યાર્થીઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે

આ સ્કેટિંગ રીંગની મદદથી અમને ઘણું શીખવા મળ્યું છે.  પ્રેક્ટિસમાં અમને ખૂબ મોટો ફાયદો થાય છે.આવનારા દિવસોમાં ઓલમ્પિકમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર અને સ્ટેટ લેવલ પર રમવા ઉત્સુક છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.