Abtak Media Google News

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રૂ.૧૫૦ થી ૨૦૦ કરોડના ખર્ચે ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ સંકુલનું થશે નિર્માણ

ભગવાન કૃષ્ણ રિયલ હીરો છે. સુપર ગોડ છે. અને આ સત્ય છે. ભગવાન કૃષ્ણનો પરિચય થાય તે માટે જેમ મીકી માઉસનું ડિઝનીલેન્ડ બન્યું હોય તો કૃષ્ણ કલ્ચર કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ કેમ ન બની શકે? કાર્ટુનના માધ્યમથી બાળકોશ્રી કૃષ્ણમય બને બાળકોને ઠોસ જ્ઞાન મળે એવા ઉદેશથી ટેકનોલોજીના માધ્યમથી બાળકોને ભકિતમાં જોડાવા માટેના શુભ આશયથી યુવા વૈષ્ણવાચાર્ય ગો. વ્રજરાજકુમારજી મહોદય (વડોદરા)એ રાજકોટ જિલ્લાનાં ગોંડલ, વિરપૂર રોડ પર ચોરડી ગામે ૫૫ વિદ્યા જમીનમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા અંદાજે ‚ા૧૫૦ થી ૨૦૦ કરોડના ખર્ચથી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ બનાવવાનું બીડુ ઝડપ્યું છે. જેને સાર્વત્રિક આવકાર મળેલ છે. મિકિ માઉસનુંડીઝની વર્લ્ડ જેમ આ સંકુલમાં વાંસુરીની રોલર કોસ્ટર, આપણે ગોવર્ધન પર્વત પર બેઠા હોઈ અને ભગવાન કૃષ્ણ ગોવર્ધન પર્વત ઉપાડે અને જગતના દર્શન કરાવે, નાગદમનની રાઈડ, ટ્રેનમાં બેસી વ્રજમાં ફરવા મળે વિગેરે વિગેરે આકારો દ્વારા આંખુસંકુલ અદભૂત અને અદ્વિતિય બનશે.

આ પ્રોજેકટમાં સહભાગી બનવા વૈષ્ણવો થનગની રહ્યા છે. અને દરેક સમાજને જોડાવા માટેના આયોજન થઈ રહ્યા છે. જે અંતર્ગત રાજકોટમાં વસતા સમસ્ત શ્રીમાળી સોની સમાજ તથા સમસ્ત કંસારા સમાજના આમંત્રીત મહેમાનોની એક મીટીંગ વૈષ્ણાવાચાર્ય ગો. વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં તા.૨.૩ ને રવિવારે સાંજે ૭ થી ૯ કલાકે મહાપ્રસાદ (ભોજન સમારંભ)ની વ્યવસ્થા સાથે કે.જી. ધોળકીયા સ્કુલ બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગરોડ રાજકોટ ખાતે રાખેલી છે.

આ અંગેની સોની સમાજના અગ્રણી અરવિંદભાઈ પાટડીયા કે.એસ.ડબલ્યુ કાેર કમિટીના મેમ્બર તથા કંસારા સમાજના અગ્રણી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા કે.એસ.ડબલ્યુ કોર કમિટીના મેમ્બરનાં સંચાલન હેઠળ અનેક જ્ઞાતિજનો સેવા આપવા ઉત્સુક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.