Abtak Media Google News

ઘરે-ઘરે લાપસીના આંધણ મુકાયા: ભંડેરી અને ભારદ્વાજએ મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન

મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ જુનાગઢ જીલ્લા ભાજપના પ્રભારી નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે ગુજરાતની પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ ભાજપ સરકારના પ્રણેતા તેમજ લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા તાજેતરમાં લેવાયેલ ગૌ-વંશની હત્યા રોકવા માટેનો કડક કાયદો, સ્વ-નિર્ભર શાળાઓની ફી નિયમન અને સુચિત સોસાયટીની જમીનને ભોગવટાદારની કાયદેસર માલિકીની કરવાના ઐતિહાસિક તેમજ અભૂતપૂર્વ નિર્ણયોને આવકાર આપ્યો હતો.

ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજે વધુમાં ગૌ-રક્ષા કાજે વિજયભાઇ ‚પાણી દ્વારા લેવાયેલા ન ભૂતો ન ભવિષ્યતિ નિર્ણયના સંદર્ભે જણાવ્યું હતું કે, ગૌ માતાના શીંગડાની જડમાં બ્રહ્માજી, મઘ્યમાં વિષ્ણુ અને સમગ્ર દેહમાં સર્વ વાસ છે. ગૌ માતા જ ગંગા અને ગાયત્રી છે. આવી પ્રેમાળ ગૌ માતાની સલામતી અને સન્માન માટે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ વિધાનસભામાં ગૌ-વંશ હત્યા વિ‚ઘ્ધનો કાયદો અત્યંત કડક બનાવી તેની ત્વરિત અમલવારી કરાવી સમગ્ર રાજ્યના ગૌ-ભક્તો અને જીવદયાપ્રેમીઓના હૃદય પર વિજય મેળવ્યો છે.

ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે સ્વ-નિર્ભર શાળાઓ માટે ફી નિયમન માટેના અભૂતપૂર્વ નિર્ણય અંતર્ગત હવેથી બેફામ ફી વસૂલતી શાળાઓ પર લગામ લાગશે. બધાનું નિયમન કરવા માટે ફી કમિટીની રચના કરાશે. કોઇપણ શાળા ફી કમિટીએ નિર્ધારીત કરેલી ફીને અવગણીને વધુ ફી ની માંગણી કરશે તો ફી કમિટીના આદેશનું પ્રથમ વખત ઉલ્લંઘન કરવા બદલ ‚ા.૫ લાખનો દંડ વસુલશે. બીજી વખત કાયદાનો ભંગ કરશે તો ‚ા.પ લાખથી લઇને ‚ા.૧૦ લાખ સુધીનો તોતિંગ દંડ વસુલાશે અને ત્રીજી વખત નિયમભંગ થયે જે તે શાળાની માન્યતા જ રદ કરવામાં આવશે. સૂચિત સોસાયટીના ભોગવટાદારને જમીન કાયદેસર રીતે પોતાની માલિકીની કરી શકશે તેવા વિરલ નિર્ણયને વધાવતા તેના વિશેની વધુ માહિતી પુરી પાડતા ધનસુખ ભંડેરી અને નિતીન ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ નિર્ણય થકી રાજ્યના ૭ લાખથી પણ વધુ પરિવારોને સીધો લાભ મળશે. સૂચિત સોસાયટીમાં રહેલી જમીન હવે જ‚રી રકમ ભરી, યોગ્ય કાર્યવાહી કરી કાયદેસર રીતે માલિકીની કરી શકાશે. વર્ષોથી ખાનગી માલિકીની જમીન પર અનધિકૃત રીતે વસી ગયેલ ભોગવટાદારોને ખૂબ મોટી રાહત મળશે. આ ખબર પ્રફુલ્લિત બની લાખો પરિવારોમાં લાપસીના આંધણ મુકાયા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, શિક્ષણ અને મહેસુલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ સરકારના તમામ મંત્રીઓ અને ભાજપની સમગ્ર સરકારના તમામ નિર્ણયને ગુજરાતની જનતા વતી ધનસુખ ભંડેરી અને નિતીન ભારદ્વાજે આભાર સાથે અભિનંદન વ્યક્ત કર્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.