Abtak Media Google News

વિદ્યાર્થીઓ એ દાદા-દાદીનું પૂજન કરી આશિર્વાદ મેળવ્યા

રાજકોટની ક્રિષ્ના સ્કૂલ દ્વારા દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. તથા આ ઉજવણીમાં ખાસ વિર્દ્યાીઓના દાદા-દાદી, નાના-નાની ને આમંત્રિત કરવામાં આવ્યા હતા તથા બાળકો દ્વારા દાદા-દાદીની પૂજા કરવામાં આવી હતી. સાથોસાથ બાળકી દ્વારા ભગવાન રામની અયોધ્યા વાપસીનો પ્રસંગ રજૂ કરવામાં આવ્યો હતો.

Vlcsnap 2019 10 23 11H21M44S877

ક્રિષ્ના સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું દાદા-દાદી બોલાવી સન્માનીત કર્યા જે અલગ વિચાર દર્શાવે છે. સ્કૂલના સ્ટાફ દ્વારા પણ વડિલોના આશિર્વાદ લઈ તેમની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના દાદા-દાદી ઉત્સાહહભેર ઉપસ્થિત રહ્યાં હતા.

Vlcsnap 2019 10 23 11H23M01S987

પરંપરાને જાળવી રાખવા વિદ્યાર્થીઓએ દાદા-દાદીનું પૂજન કર્યું : તૃપ્તિ ગજેરા

Vlcsnap 2019 10 23 11H23M19S289

તૃપ્તીબેન ગજેરા (સંચાલક) ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમારી શાળામાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને અમારી સ્કૂલમાં બાળકોના દાદા-દાદી, નાના-નાની ને આમંત્રણ આપ્યું હતું અને તેઓ ઉત્સાહભેર અમારા કાર્યક્રમમાં આવ્યા હતા. ખાસ કરીને અત્યારે આપણે આપણી સંસ્કૃતિ ભુલતા જઈએ છીએ. એ સંસ્કૃતિને તાજી કરવા આપણી પરંપરાને જાળવી રાખવા માટે વિર્દ્યાીઓ દ્વારા એમના દાદા-દાદી, નાના-નાનીનું પૂજન કર્યું હતું. આ ઉપરાંત શાળાના બાળકો દ્વારા લંકામાંથી અયોધ્યામાં આવે છે. ભગવાન રામ તેની ઉજવણી કરવામાં આવી હતી. સાથો સાથ તેમાં રામ-લક્ષ્મણ સીતા બનીને આવેલા બાળકોને શાળા પરિવાર દ્વારા આશિર્વાદ આપ્યા હતા.

જ્યારી પુત્રવધુને દીકરી માનવામાં આવશે ત્યારે વૃદ્ધાશ્રમો ઓછા થશે: રાજેશકુમાર પારેખ

Vlcsnap 2019 10 23 11H25M23S245

રાજેશકુમાર કેશવલાલ પારેખ (વિવાનના દાદા-દાદી)એ ‘અબતક’ સાથેસોની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ક્રિષ્ના સ્કૂલને એટલા માટે ધન્યવાદ આપુ છું કેે, કેટલા સમયી દાદા-દાદી પોતાના છોકરાવની સ્કૂલ જ ન જોઈ હોય અને આટલું સુંદર આયોજન નાસ્તો એ બધુ ગૌણ છે. પરંતુ એક દાદા-દાદીને ઈજ્જત સન્માન અપાયું હતું. સ્કૂલના સ્ટાફ દ્વારા દરેક દાદા-દાદીને પણ આદર સન્માન આપ્યું છે. હેળી પર રાખ્યા છે. માટે મેનેજમેન્ટને ખુબ-ખુબ ધન્યવાદ આપુ છું અને એમનો આભાર માનુ છું. એકતરફ ક્રિષ્ના સ્કૂલ દ્વારા આવું આયોજન કરવામાં આવ્યું છે અને બીજી તરફ વૃદ્ધાશ્રમો બને છે. તેનું કારણ છે જ્યારે જ્યારે કુટુંબોમાં જો વહું (પુત્રવધુ)ને દિકરી માનવામાં આવે ત્યારી વૃદ્ધાશ્રમો ઓછા થશે. લગ્ન પછી જ માં-બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે. અઠવાડિયામાં આપડે એક વખત એકાદશી, અગિયારસ કરીએ છીએ તેમ અઠવાડિયામાં એક વખત મોબાઈલનો અપવાસ કરવો જોઈએ મોબાઈલ મુકી દેવી જોઈએ. બીજું વોટ્સએપ, ફેસબુક આપણા છોકરાવને બગાડે છે. બીઝનેશ માટે છે. બાળકો માટે નથી. મોબાઈલના યોગ્ય ઉપયોગી કોઈને ખબર જ નથી. વિદ્યાને લોકો વિદ્યા નથી સમજતા ત્યારે સ્કૂલમાં ભારે લાગે છે ત્યારે એમ થાય છે કે, આ સ્કૂલમાં ભાર વગરનું ભણતર છે. બાળકોને વધારે ચોપડા ન લઈ જાય બાળકો વજનદાર દફતર ઉપાડી જતાં હોય અમારે લોહી બળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.