Abtak Media Google News

રસ્તાનો આ વણાંક ખતરનાક છે. જ્યાં બસને પાછળ લઈ ગયા બાદ જ ટર્ન મારી શકાય છે

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ખાનગી બસ 500 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 25 યાત્રિકોના મોત નિપજ્યાં છે. જ્યારે કે 35થી વધુ લોકો ગંભીર છે. પોલીસ અને તંત્ર દ્વારા રેસક્યૂ ઓપરેશન શરૂ કરાયું છે. દુર્ઘટના કુલ્લુમાં બંજર વિસ્તારની પાસે ભેઉટ ટર્ન પાસે થઈ છે.

Advertisement

બસમાં લગભગ 50 યાત્રી સવાર હતા. બસ કુલ્લુથી ગાડાગુશેણી જઈ રહી હતી. એક વણાંક પાસે બસ લગભગ 500 ફુટ નીચે ખીણમાં પડી ગઈ હતી. જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં નદી પણ છે. એવામાં રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે.

રસ્તાનો આ વણાંક ખતરનાક છે. જ્યાં બસને પાછળ લઈ ગયા બાદ જ ટર્ન મારી શકાય છે. ત્યારે આવા પ્રયાસ કરતાં બસ ખીણમાં પડી ગઈ. ખીણની પાસે નદી પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.