Abtak Media Google News
  • 10મી મેના રોજ ઉજવાશે અક્ષય તૃતીયા
  • આ શુભ યોગ આ રાશીના જાતકો માટે રહેશે લાભદાયક 

ધાર્મિક ન્યુઝ :  હિંદુ કેલેન્ડર મુજબ, અક્ષય તૃતીયા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મેના રોજ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયા પર કોઈપણ શુભ કાર્ય કરવાથી અક્ષય ફળ મળે છે. આ સિવાય આ દિવસે ખરીદી કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીનો વાસ થાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર 5 શુભ યોગોનો સંયોગ પણ બની રહ્યો છે.

Advertisement

10 મે 2024ના રોજ અક્ષય તૃતીયાના દિવસે ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજકેસરી યોગ બનશે. આ યોગ સવારે 06:13 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે બપોરે 12:22 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન પ્રાપ્તિ માટે આ યોગ ખૂબ જ સારો માનવામાં આવે છે. વૈદિક શાસ્ત્રો અનુસાર રવિ યોગ માન, સન્માન અને કીર્તિ મેળવવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર, રવિ યોગ સવારે 06:13 વાગ્યે શરૂ થશે અને 11 મેના રોજ બપોરે 12:22 વાગ્યે સમાપ્ત થશે.Whatsapp Image 2024 05 08 At 15.21.24 9Bf24F89

શશ અને માલવ્ય યોગ : 

10 મેના રોજ એટલે કે. અક્ષય તૃતીયા પર, શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં શશ યોગ બનાવશે અને મંગળ મીન રાશિમાં માલવ્ય રાજયોગ રચશે.

વૃષભ રાશિ

અખાત્રીજ પર વૃષભ રાશિવાળાના જીવનમાં ધન- દૌલતમાં વધારો થશે. વૃષભ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે. બિઝનેસમાં તરક્કી થશે. આર્થિક સ્થિતિ સારી થશે.

મિથુન રાશિ

અખાત્રીજ પર બની રહેલો આ શુભ યોગ મિથુન રાશિવાળા માટે ખૂબ લકી માનવામાં આવે છે. તેમના જીવનમાં તરક્કીના યોગ બની રહ્યા છે. માં લક્ષ્મીની કૃપા બની રહેશે.

કર્ક રાશિ

અખાત્રીજ પર કર્ક રાશિવાળાઓને આનંદ મળશે. કર્ક રાશિવાળાના અટકેલા કાર્યો પૂરા થશે. ધન-વૈભવથી તમારુ જીવન ભરાઈ જશે. ધંધા રોજગારમાં સારી એવી સફળતા મળી રહેશે.

તુલા રાશિ

અખાત્રીજ પર તુલા રાશિના જાતકોને ભાગ્યનો પૂરે પુરો સાથ મળી રહેશે. સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. જીવનમાં દરેક આર્થિક સમસ્યા ખતમ થશે. તુલા રાશિવાળા લોકો આ દિવસે સોનું અવશ્ય ખરીદવું જોઈએ. શુભ થશે.

ધન રાશિ

અખાત્રીજ પર ધન રાશિના લોકો માટે સફળતાના નવા રસ્તાઓ ખુલશે. સહકર્મચારીઓ સારા સંબંધ બનશે. માં લક્ષ્મીની કૃપાથી જેટલી મહેનત કરશો તેટલુ જ ફળ મળશે. નસીબના સાથ પણ પ્રાપ્ત થશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.