Abtak Media Google News

ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવાયા: ચૂંટણી લડતા 266 ઉમેદવારોના રાજકીય ભાવિનો 4 જુને થશે સુર્યાદય

ગુજરાત ની સુરત સિવાયની લોકસભાની રપ બેઠકો માટે ગઇકાલે મંગળવારે સરેરાશ 59.49 ટકા મતદાન થયું હતું. સવાર સુધી ઇવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં જમા કરાવવાની કામગીરી ચાલી હતી. મતદારોએ પોતાની ફરજ પુરી કરી લીધી છે. હવે પરિણામ માટે ર7 દિવસનો ઇન્તજાર કરવો પડશે લોકસભાની ચુંટણી લડતા ર66 ઉમેદવારોના જીવ ત્યાં સુધી અઘ્ધર રહેશે. તમામ 543 બેઠકો માટે આગામી 4 જુને મત ગણતરી એકી સાથે યોજાશે.

Advertisement

લોકસભાની 543 બેઠકો માટે દેશમાં અલગ અલગ સાત તબકકામાં મતદાન થવાનું છે. ગઇકાલે ગુજરાતની રપ સહીત 13 રાજયની 93 બેઠકો માટે ત્રીજા તબકકાનું મતદાન પૂર્ણ થયું હતું. પ્રથમ અને બીજા તબકકાની સરખામણીએ ત્રીજા તબકકામાં મતદાનની ટકાવારી થોડી ઉંચી રહી હતી. જો કે ગુજરાતમાં 2019ની સરખામણીએ 2024માં પાંચ ટકા જેટલું ઓછું મતદાન થયું હતું. હજી ચાર તબકકાના મતદાન બાકી છે. ગુજરાતની જનતાએ મત આપ્યા બાદ પરિણામ માટે ર7 દિવસ સુધી રાહ જોવી પડશે.

Dsc 3543

આ ર7 દિવસો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ, ચુંટણી લડતા ઉમેદવારોના જીવ અઘ્ધર રહેશે કારણ કે આ વખતે ચુંટણીમાં બરાબર માહોલ પકડાયો જ ન હતો. મતદારોએ મતદાન સુધી પોતાના મન ઠલવા દીધા હતા ન હતા.

રાજયની અલગ અલગ બેઠકો માટે અલગ અલગ સ્થળોએ ઇવીએમ મશીનો સીલ કરી દેવામાં આવ્યા છે. કાલે સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ અનેક સ્થળોએ સવાર સુધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવાની

કામગીરી ચાલી હતી. રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા હતા. સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોટવી દેવામાં આવ્યા છે.

રાઉન્ડ ધ કલોક સુરક્ષા વ્યવસ્થા રહેશે. દરમિયાન આગામી 4 જુનના રોજ સવારે 8 કલાકથી મત ગણતરી હાથ ધરવામાં આવશે જેમાં સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતો ગણાશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.