Abtak Media Google News
પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, મંત્રી અરવિંદ રૈયાણી, સંસદ સભ્ય, ધારાસભ્યો અને મેયર તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રેસકોર્સમાં યોજાયેલા હિન્દી કવિ સંમેલનમાં કાવ્ય ક્લાસમાં કવિઓએ જમાવટ કરી

સરગમ કલબ દ્વારા યોજાયેલા ત્રિવેણી સંગમ કાર્યક્રમ અંતર્ગત રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગઇરાત્રે હિન્દી હાસ્ય કવિ સંમેલન કાવ્ય કળશ યોજાયું હતું . વિશ્વવિખ્યાત હિન્દી કવિ કુમાર વિશ્વાસ કવિ અને કરીએ જુદી જુદી રચનાઓ દ્વારા રાજકોટવાસીઓનું મન મોહી લીધું હતું . આ કવિઓએ રાજકીય અને સામાજિક વ્યંગ બાણો રજૂ કરીને ખુબ જ હસાવ્યા હતા .

Advertisement

પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે ગુજરાતીઓના અને તેના કલ્ચરના ખુબ જ વખાણ કર્યા હતા . તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ વિશ્વભરમાં ફેલાયેલા છે અને તે જ્યાં ગયા છે ત્યાં પોતાનું કલ્ચર અને પોતાનું ભોજન ભૂલ્યા નથી . તેમણે ગુજરાતીઓની ખાસિયતો પણ વ્યંગાત્મક રીતે રજૂ કરી હતી અને લોકોને હસાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 ની નોટ રદ કરી તે સંદર્ભે વ્યંગ કરતા કુમાર વિશ્વાસે કહ્યું હતું કે આજે 500 ની નોટ ચલણમાં તો છે પરંતુ તેનો પ્રભાવ નથી, ચલન મેં તો રહેંગે પર પ્રભાવિત નહી રહેંગે, અડવાની ઓર જોષી કી તરહ.

Dsc 4124

આ કવિ સંમેલનમાં પ્રખ્યાત કવિ પદ્મશ્રી સુરેન્દ્ર દુબેએ પણ જમાવટ કરી હતી. આ સિવાય નોઈડાથી આવેલા યુવાન કવિ કુશલ કુશવાહાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર હાસ્યાત્મક વ્યંગ કર્યા હતા. મથુરાથી આવેલા કવિ શૈલેષ ગૌતમ, મુજફફરનગરના કવિયત્રી ખુશ્બુ શર્મા અને  અલ્લાહબાદના મનવીર મધુરે પણ હાસ્ય મિશ્રિત રચનાઓ રજુ કરીને કવિ સંમેલનને ચારચાંદ લગાવી દીધા હતા. કવિ સંમેલનના  પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌને આવકાર્યા હતા.

ચલને મેં રહેગે, પર પ્રભાવિત નહીં રહેંગે.. અડવાણી ઔર જોષી કી તરહ…

Dsc 4146

આકવિ સંમેલનને માણવા માટે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા , રાજ્યના પ્રવાસન મંત્રી અવિંદભાઈ રૈયાણી સંસદ સભ્ય  રામભાઈ મોકરીયા , ઘારાસભ્યો ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા , મેયર પ્રદીપભાઇ ડવ શહેર ભાજપના પ્રમુખ કમલેશ મીરાણી , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કાઈ પટેલ, પૂર્વ મેયર ઉદયભાઈ કાનગડ , ભુપતભાઈ બોદર , રાજકોટ જિલ્લા કલેકટર  મહેશ બાબુ , પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ , જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, રેલવેના ઉચ્ચ અધિકારી અભિનવ જૈન ચેરીટી કમિશનર જોશી સહિતના મોટી  સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને મોડીરાત સુધીકાર્યક્રમ માણ્યો હતો.

કાર્યક્રમનું સંચાલન અલ્કાબેન ધામેચા એ કરેલ તમામ કલાકારોનું બૂકે અને બૂકથી સન્માન કરવામાં આવેલ.  આ કાર્યક્રમો માટે સરગમ કલબને બાન લેબ્સ કંપની , પુજારા ટેલીકોમ પ્રા.લી. રોલેકસ રોલ્ડ રિંગ્સ લી ., જે પી . સ્ટ્રક્ચર્સ પ્રા . લી . , ક્લાસિક નેટવર્ક પ્રા . લી , ડી.એમ.એલ. ગ્રુપ , અમીધારા ડેવલપર્સ પ્રા . લી , જેએમજે ગ્રુપ રાજકોટ સહયોગ પ્રાપ્ત થયેલ છે.  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ  મૌલેશભાઈ પટેલ , સ્મિતભાઈ પટેલ , યોગેશભાઈ પૂજારા , મનીષભાઈ માંડેકા , જગદીશભાઈ ડોબરિયા , હરેશભાઈ લાખાણી , જીતુભાઈ બેનાણી , મયુરધ્વજસિંહ જાડેજા , ભરતભાઈ સોલંકી , જયસુખભાઈ ડાભી જહેમત ઉઠાવીરહ્યા છે.

Dsc 4147

તા.12મીને રાત્રે 9 વાગ્યે  હસાયરો યોજાશે.  આ હસાયરામાં માયાભાઈ આહીર , ધીરૂભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા લોકોને હસાવશે .

ઉપરોક્ત અને કાર્યક્રમ જાહેર જનતા માટે અને સરગમ પરિવારના સભ્યો માટે વિનામૂલ્યે રાખેલ છે. બેઠક વ્યવસ્થા તમામ માટે ખૂરશી રાખેલ છે .

આજે રાત્રે જુના-નવા ગીતોની રમઝટ

આજે રાત્રે 9 વાગ્યે રેસકોર્સમાં જ મ્યુઝીકલ મેલોઝ પ્રસ્તુત સંગીત સંધ્યા યોજાશે . રાજુ ત્રિવેદી પ્રસ્તુત આ સંગીત સંધ્યામાં ગોવિંદ મિશ્રા ( મુંબઈ) , નાનું ગુર્જર (મુંબઈ) , રૈના લહેરી (મુંબઈ) મનીષા કરન્ડીકર (મુંબઈ) અને નફીસ આનંદ (અમદાવાદ) જુના નવા ગીતોની રમઝટ બોલાવશે.

અબતક ચેનલ અને ડિજિટલ માધ્યમ દ્વારા લાખો લોકોએ જીવત પ્રસારણ નિહાળ્યું

Abtak Channel Logo

સરગમ કલબ દ્વારા યોજાયેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં હાસ્ય કવિ સંમેલન કાવ્યકળશમાં હિન્દી કવિ કુમાર વિશ્વાસની કૃતિને અબતક ચેનલ અને ડિજિટલ માધ્યમ દ્વારા  લાખો લોકોએ જીવત પ્રસારણ નિહાળ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.