Abtak Media Google News

રેસકોર્સમાં યોજાયેલી સંગીત સંઘ્યામાં મુઁબઇ-અમદાવાદના કલાકારોએ જમાવટ કરી

સરગમ કલબ દ્વારા યોજાયેલ ત્રિવેણી સંગમ કાર્યક્રમ અંતર્ગત શનિવારે રેસકોર્સ ગ્રાઉન્ડમાં સંગીત સંઘ્યા યોજાઇ હતી અને તેમાં જુના નવા ફિલ્મી ગીતોનો વરસાદ થયો હતો. રેસકોર્સમાં વરસાદી માહોલ વચ્ચે મ્યુઝીકલ મેલોઝ પ્રસ્તુત સંગીત સંઘ્યા યોજાઇ હતી. રાજુ ત્રિવેદી પ્રસ્તુત આ સંગીત સંઘ્યામાં ગોવિંદ મિશ્રા (મુંબઇ), નાનુ ગુર્જન (મુંબઇ), રૈના લહેરી (મુંબઇ), મનીષા કરન્ડીકર (મુંબઇ) અને નફીસ આનંદ (અમદાવાદ) સહીતના કલાકારોએ જુના નવા ગીતોની રમઝટ બોલાવી હતી.

આ સંગીત સંઘ્યા અને માણવા માટે મોટી સંખ્યામાં મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કિરીટભાઇ ગણાત્રા, વજુભાઇ વાળા, મનીષભાઇ માંડેકા, જગદીશભાઇ ડોબરીયા, જયેશભાઇ વસા, નીતેનભાઇ મહેતા વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો માટે સરગમ કલબને બાન લેબ, પુજારા ટેલીકોમ, રોલેકસ રોલ્ડ રિગ્સ, જે.પી. ઇન્ફ્રાસ્ટ્રકચર, કલાસિક નેટવર્ક, ડી.એમ. એલ. ગ્રુપ જે.એમ. જે. ગ્રુપ અને અમીધારા ડેવલપર્સનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઇ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ કલબના નીલુબેન મહેતા, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઇ શેઠ, ભરતભાઇ સોલંકી, જગદીશભાઇ કિયાડા, ઘનશ્યામભાઇ પરસાણા, રાખીલભાઇ વાછાણી, અનવરભાઇ ઢેબા, કૌશિકભાઇ વ્યાસ, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઇ પનારા, પ્રવીણભાઇ તંત્રી, કિરીટભાઇ આદેશરા, રમેશભાઇ અકબરી, ગુણવંતભાઇ ભટ્ટ, કેતનભાઇ મિરાણી, હરેશભાઇ છોટાળા, ગીતાબેન હિરાણી, જસુમતિબેન વસાણી, જયશ્રીબેન વ્યાસ, ચેતનાબેન સવજાની વગેરે હોદેદારોએ જહેમત ઉઠાવી હતી.

‘અબતક’ ચેનલ અને ડીઝીટલ માઘ્યમથી આ કાર્યક્રમને લાખો લોકોએ નિહાળ્યો

સરગમી ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં સંગીત સંઘ્યાના અવસરે જુના-નવા ફિલ્મી ગીતોનો વરદાસ વરસ્યો હતો. રેસકોર્સ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મુંબઇ, અમદાવાદના કલાકારોએ ભારે જમાવટ કરી હતી.આ કાર્યક્રમને ‘અબતક’ચેનલ અને ડિઝીટલ માઘ્યમના જીવંત પ્રસારણને લાખો લોકોએ નિહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.