Abtak Media Google News

બિહારમાં 4 હાથ અને 4 પગ સાથે જન્મેલી બાળકીનું કિરણ હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીના ઓપરેશનનો તમામ ખર્ચ સોનુ સુદ ઉઠાવશે. અઢી વર્ષની ચહુંમુખી કુમારી બિહારના નવાદા જિલ્લાના વારસાલીગંજ પ્રખંડની સોર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે.

રેડિયોલોજી તપાસ કરતા પરોપજીવી જોડિયા બાળક એસેફાલિક અને એકાર્ડિયાક (માથા અને હૃદય વિના) છે. તેમજ પરોપજીવી બાળક પાસે એક ધડ અને ચાર અંગો હતા જે કામ કરતા નથી અને તેની પાસે શક્તિ નથી. પરોપજીવી જોડિયાના તીવ્ર વજનને કારણે બાળકને ચાલવામાં તકલીફ પડતી હતી અને તે થોડાક પગથિયાં ચાલ્યા પછી સફર કરીને પડી જતો હતો અને આ સ્થિતિને કારણે બાળકની વૃદ્ધિ વિકાસ રૂંધાય છે.

બાળકીને સોનુ સૂદના કહેવા પર 30મી મેના રોજ સુરતની કિરણ હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવી હતી. તબીબોની ટીમ દ્વારા ચહુંમુખીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં સફળ સર્જરી કરી હતી. મહત્ત્વની વાત છે કે કિરણ હોસ્પિટલ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, આ બાળકીની સર્જરી માટે એક પણ રૂપિયો લેવામાં આવશે નહીં.

બાળકીને 4 પગ, 4 હાથ હતા અને પરિવાર પાસે સારવાર માટે રૂપિયા ન હોવાની વાત સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ હતી. આ વાત સોનુ સુદ સુધી આવી હતી. તેથી સોનુ સૂદે બાળકના ઓપરેશનની જાહેરાત કરી હતી. બાળકીની સફળ સર્જરી કરાઈ છે.

હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે, બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારબાદ તે એક સામાન્ય બાળકીની જેમ હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકોની જેમ જીવી શકશે. કલાકોના ઓપરેશન બાદ તેની સર્જરી થઈ શકી છે.

પરોપજીવી જોડિયાને મુખ્ય ધમની તેમજ મુખ્ય શીરા (હૃદયમાંથી નીકળતી લોહીની મુખ્ય નળીઓ)માંથી સીધો રક્ત પુરવઠો મળ્યો હતો. શસ્ત્રક્રિયા દરમિયાન આ રચનાઓને કોઈપણ નુકસાન બાળક માટે મૃત્યુના ચાન્સ રહે છે. આ સ્થિતિ 30%-50% મૃત્યુદર (મૃત્યુ) સાથે સંકળાયેલી છે. સમગ્ર પ્રક્રિયામાં ચોક્સાઈ સાથે સર્જરી પહેલા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.

કિરણ હોસ્પિટલમાં રાહત દરે સારવાર અને સક્ષમ સર્જનો સાથે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. કિરણ હોસ્પિટલનું વિઝન તમામ જન્મજાત ખોડખાંપણવાળા બાળકોને સારવાર મળી રહે તે માટે અમે Kiran Congenital Defects program વિભાગ શરૂ કર્યો છે, જેમાં તમામ નવજાત ખામીઓ અને જન્મજાત વિસંગતતાઓનું સંચાલન કિરણ હોસ્પિટલ ટીમ દ્વારા કરવામાં આવશે. જેમાં વિવિધ પીડિયાટ્રિક સ્પેશિયાલિટીના ડોક્ટરો સામેલ છે. ડો. મિથુન કે.એન. અત્યંત જટિલ ઓપરેશનો અને જન્મજાત ખામીઓને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.