Abtak Media Google News

માળીયાના હંજીયાસર,મંદરકી અને હળવદ ના જોગડ ટીકરમાં ૧૦૩૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા

બનાસ નદીના પૂરના પાણી ધીમે ધીમે હળવદ અને માળીયા ના ખાડી વિસ્તારમાં પહોંચી રહ્યા છે, જોકે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અગમચેતી વાપરી ૧૦૩૦ લોકોનું સ્થળાંતર કરાવી આજે રાત્રે બે અધિકારીઓને માળીયા હળવદ ની પરિસ્થિતિ પર નજર રાખવા ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર કચેરીમાં પત્રકાર પરિષદ ને સંબોધતા જિલ્લા કલેક્ટર આઈ.કે પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે બનાસના પાણી રાત સુધીમાં માળીયા-હળવદ ના ખાડી વિસ્તારમાં પહોંચશે અને માળીયા ની મચ્છુ નદીમાં જળ સ્તર ઉંચુ જશે આ તમામ પરી સ્થિતિ પર બારીકાઈ થી નજર રાખવા બે અધિકારી માળીયા ખાતે મુકવામાં આવ્યા છે.જેઓ દર કલાકે પાણી નું સ્તર ચકાસણી કરી રિપોર્ટ કરશે.

મોરબી જિલ્લાની પૂરની પરિસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલા કામગીની વિગતો આપતા કલેક્ટર આઈ. કે.પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિનાં કારણે જીલ્લાના વાંકાનેર તાલુકામાં કુલ ૧૩ પશુમૃત્યુ નોંધાયેલ છે. જે અન્વયે તમામ પશુમાલિકોનું કુલ ૩,૬૧,૦૦૦ ‚પિયાની પશુ મૃત્યુ સહાય ચુકવી આપવામાં આવેલ ે. જયારે માળીયા (મીં) તાલુકામં અત્યાર સુધીમાં કુલ ર (બે) પશુ મૃત્યુ નોંધાયેલ છે. જે અંગેની સહાય તા. ૨૬-૭ સુધીમાં ચુકવી આપવામાં આવશે. વિગતવાર સરવેની કામગીરી હાલ ચાલુ છે.

પશુપાલન વિભાગનુ કુલ ૧૦ ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં કુલ ૨૮૯ પશુઓનું રસીકરણ મળીને ચાલુ ચોમાસા દરમ્યાન કુલ ૩૬૦૩ પશુઓનું રસીકરણ અને ૬૪૯ પશુઓની સારવાર કરવામાં આવેલ છે તથા ગત ર (બે) દિવસમાં ૬૪૯ પશુઓને કૃમિનાશક પીવડાવવામાં આવેલ છે. આ ઉપરાંત ચાલુ ચોમાસા દરમ્યાન કુલ ૬૦ પશુઓનાં મૃતદેહનો નિકાલ કરવામાં આવેલ છે.

પુરના પાણી ઓસરતાં અસરગ્રસ્ત વિસ્તારોમાં જીલ્લાની આરોગ્ય વિભાગની કુલ ૬૬ ટીમ દ્વારા ૩૩ ગામોમાં ર૧,૮૪૬ કલોરીનની ગોળીઓ અને ૩૭૫ ઓ.આર.એસ. પેકેટસનું વિતરણ તથા ૪ ફળીયામાં ડસ્ટીંગની કામગીરી કરવામાં આવેલ છે.

આગામી ર (બે) દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીનાં પગલે જીલ્લાના તમામ તાલુકાના ગામોનાં હેડકવાર્ટરમાં હાજર રહેવા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત કરવા સંબંધીત તાલુકા વિકાસ અધિકારી અને મામલદાર મારફત સુચના આપવામાં આવેલ છે.

હળવદ તાલુકાના રણકાંઠાનાં ગામોને સાવચેત કરવા અને જરુર પડયે સલામત સ્થળે ખસેડવા માટે સંબંધીત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારને સંભવિત ગામો-વિસ્તારો સાથે સતત સંપર્કમાં રહેવા જણાવેલ છે.

આગામી ર (બે ) દિવસમાં ભારે વરસાદનાં પગલે મચ્છુ નદીનાં પટમાં કોઇ માચ્છીમારી તથા અવરજવર ન કરે તે માટે હેઠવાસના વિસ્તારોમાં વોર્ડ વાઇઝ રીક્ષા મારફત સતત ચેતવણી સંદેશ આપવા જણાવેલ છે. તેમજ વિષમ પરિસ્થિતિ ઉભી થયે, તાત્કાલીક રાહત બચાવનાં પગલા લઇ શકાય તે માટે મચ્છુ-ર ડેમ સહીત જીલ્લાના તમામ ડેમની સ્થિતિ પર જીલ્લા કલેકટરશ્રી દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાનું અંતમાં કલેકટરએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.