Abtak Media Google News

અનેક ગુનામાં સંડોવાયેલી સોનુ હથિયાર કયાંથી લાવી? રિમાન્ડ મગાશે

જમીન કૌભાંડ, દા‚ પી દંગલ કરવું, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલી લેડી ડોન સોનુ ડાંગરને લોડેડ પિસ્તોલ સાથે ક્રાઇમ બાન્ચના સ્ટાફે ગાંધીગ્રામના અક્ષરનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

રાજકોટ અને જૂનાગઢમાં હથિયારની હેરાફેરી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલી સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુ ડાંગર પાસે પિસ્તોલ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. કે.કે.જાડેજા, મહિલા પી.એસ.આઇ. વી.એ. ચાંદેરા,રાજદીપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, રવિરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાલા અને મહિલા કોન્સ્ટેબલ અલ્કાબેન સહિતના સ્ટાફે ગાંધીગ્રામના અક્ષરનગરમાં દરોડો પાડી .૧૬,૮૦૦ની કિંમતની પિસ્તોલ, ૧૮ કારસુત અને મોબાઇલ સાથે ધરપકડ કરી છે.

સોનુ ડાંગરે પિસ્તોલ કયાંથી લાવી છે અને શા માટે પોતાની સાથે પિસ્તોલ રાખે છે તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.