Abtak Media Google News

લડાયક સમાજસેવકની આગેવાનીમા મેયર પાસે રણચંડી બની ધસી જતી અસંખ્ય બહેનોનો પોકાર…. પાણી,સલામતી,સફાઇ,આરોગ્ય,આંગણવાડી,બગીચો કશુ જ નથી……..!! ઉપરથી અસામાજીક તત્વોના અડીંગા

જામનગરના લાલવાડી વિસ્તારમા્ જામનગર મહાનગરપાલીકા દ્વારા બનાવાયેલા આવાસોમા જે રીતે બ્રોશરોમા રૂપકડી જાહેરાતો કરાઇ હતી તે મુજબ કોઇ સુવિધા ન હોવાથી લડાયક સમાજસેવક પ્રફુલ્લસિંહની આગેવાનીમા ખુબ મોટી સંખ્યામા મહિલા   મેયરની ચેમ્બરમા ધસી ગઇ હતી ત્યારે ચેમ્બરતો  ભરચક્ક થઇ ગઇ હતી બાકી બહેનોનવૃદ્ધાઓ  એ બહાર પણ ઉભુ રહેવુ પડ્યુ હતુ.જામનગરના લાલવાડી આવાસ શોભાના ગાંઠીયા જેવા હોઇ  અસુવિધામા પીંસાતા ૬૭૨ ગરીબ પરિવારોએલડાયક સમાજસેવક પ્રફુલ્લસિંહને રજુઆત કરતા તેમની આગેવાનીમા   આવાસ યોજના મહિલા સંગઠન ના સૌ બહેનો મેયર પ્રતિભાબેન  પાસે રણચંડી બની ધસી ગઇ હતી. અસંખ્ય બહેનો નો પોકાર હતોકે.પાણી,સલામતી,સફાઇ,આરોગ્ય,

આંગણવાડી,બગીચો કશુ જ નથી.જ્યારે

મહાપાલીકાની જાહેરાતોમા તો લોભામણી સ્કીમ હતી ,  માટેવખરેખર તો માંડ માંડ  લોન લઇ ફ્લેટ લેનારા ફસાયા છે તેવો સુર ઉઠ્યો છે. આ અંગે પાઠવાયેલા આવેદનમા જણાવાયુ છે કે મહાપાલીકાએ અહી નબળા વર્ગ માટે ઘરના ઘર બનાવ્યા પરંતુ જરૂરી સુવિધાઓ ન આપી તો આવાસમા રહેવુ કેમ?. એક તો સુવિધા નથી ઉપરથી અસામાજીક તત્વોનો પગપેસારો થઇ ગયો હોઇ બહેનો અસલામતી અનુભવે છે. અહી એક બ્લોકમા છપ્પન ફ્લેટ છે કુલ બાર બ્લોકમા ૬૭૨ ફ્લેટ છે. માટે ૩૦૦૦ જેટલા નાગરીકોને પ્રાથમીક સુવિધાઓ પણ નથી. ઘરના ઘર અંગે સ્વપ્ન દેખાડી જો સુવિધા ન આપી શકાતી હોય તો આવા આવાસ બનાવવાનો શું અર્થ છે તેમ પણ આ પરિવારો પુછે છે.

આ રજુઆત માટે ગીતાબેનગોસ્વામી,ભાવનાબેન,નિર્મળાબેન,  શબાનાબેન,મીનાબેન,સંધ્યાબેન,રેખાબેન,  માલતીબેન,શાંતાબેન સહિતના બહેનો એ મેયર ચેમ્બરમા પડાવ નાંખી મુદાસર હિંમતભેર રજુઆત કરી જરૂરી ખાત્રી મેળવી હતી. ઉલ્લેખનીયછે કે માથાદીઠ રોજ ૧૪૦ લીટર પાણી,નિયમીત સફાઇ, ડ્રેનેજ સીસ્ટમ,   સ્ટ્રીટ લાઇટ,પર્યાવરણ,આરોગ્ય,શિક્ષણ સહિતની  સુવિધા નાગરીકોને પુરી પાડવી તે મહાપાલીકાની ફરજીયાત સેવા છે જ અને લોકોના જાન માલની સુરક્ષા તેમજ ખાસ કરીને બહેનોની સલામતી ની જવાબદારી સરકારની છે.પરંતુ અનેક વિસ્તારોની જેમ મહાપાલીકાએ જ બનાવેલા અને સુવિધા આપવાના વાયદા કરી બનાવેલા આવાસના રહેવાસીઓ અસુવિધા અને અસલામતીમાં પીંસાઇ રહ્યા છે.

જે અવાસ મેળવવા માંડ માંડ લોન માટે દોડા દોડી કરી હવે હપ્તા ભરવા ક્યારેક પેટ ઉપર પાટા બાંધે છે ઉપરથી પીવાના પાણી માટે ટળવળવાનુ,કચરા ગંદકી ના ગંજ વચ્ચે રહેવાનુ,મચ્છરના ત્રાસ સહન કરવાના, રજુઆતો માટે જવાનુ તેમ છતા પરિસ્થિતિ તો સુધરે જ નહી તેને નાગરીકોની આ કહેવાતા વિકાસશીલ ગુજરાતના જ મહાનગરમા કરૂણતા નહી તો બીજુ શુ ગણી શકાય તે વિચારવાની બાબત છે . તમામ બાબતો અંગે માઠા પરિણામો શાસકો સામે આવી શકે છે તેમા કોઇ નવાઇ નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.