Abtak Media Google News

Table of Contents

બાકી રહેતા ખેડૂતોને તાત્કાલિક અરજી પત્રક મોકલવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અપીલ

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતીવાડીની જમીનને થયેલ નુકશાન અને પાક નુકસાનનો સર્વે પૂર્ણતાને આરે હોય આ સર્વેના અરજી ફોર્મ ભરવામાં બાકી રહેતા ખેડૂતોને ૧૬ સપ્ટેમ્બર સુધીમાં અરજી પત્રક મોકલી આપવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

મોરબી જિલ્લામાં જૂન-જુલાઈ માસ દરમિયાન  ભારે વરસાદને કારણે ખેતીવાડીની જમીન ધોવાણની સાથો સાથ ઉભા પાકને વ્યાપક નુકશાન પહોંચતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હાલ પૂર્ણ થવામાં છે, આથી  જે ખેડૂતો સર્વેમાં બાકી રહેતા હોય તેઓએ તારીખ ૧૬/૯/૨૦૧૭ સુધીમાં નિયત નમૂનામાં અરજી પત્રક ભરી સાધનિક કાગળો સાથે જમીન ધોવાણના કિસ્સામાં મદદનીશ ખેતી નિયામક કચેરી મોરબી ખાતે અને પાક નુકશાન શાયના અરજી પત્રક સાધનિક કાગળો સાથે જે,તે તાલુકા મથકે ગ્રામસેવકને અથવા જે તે તાલુકા અમલીકરણ અધિકારી ખેતીવાડીને તા.૧૬ સપ્ટેમ્બર પહેલા મોકલી આપવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.