Abtak Media Google News

જમીન મુકત કરવા માલધારી સેના તથા માલધારી વિકાસ સંગઠન દ્વારા આવેદન

જસદણ પંથકના ઘણા ગામોમાં કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર ભુમાફિયાઓએ કબજો જમાવ્યો હોવા તંત્રના અધિકારીઓ કર્મચારીઓ લાખો રૂપિયાનો પગાર લઇ ઓફિસોમાં મોબાઇલમાં વ્યસ્ત રહેતાં તેની સામે માલધારી સેના અને માલધારી વિકાસ સંગઠનએ લાલ આંખ  કરી તંત્રને વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું છે. બન્નેના આગેવાનો મુન્નાભાઇ સરવૈયા, વિરમભાઇ ગળીયા, અશોકભાઇ રબારી, ગોરાભાઇ હકાભાઇ ભરવાડ, ભરતભાઇ ભરવાડ, હરેશભાઇ રબારી વગેરે આગેવાનોએ તાલુકા સેવા સદનમાં ગૌચરની જમીનમાંથી ભુમાફીયાઓને હટાવવા એક વિસ્તૃત આવેદન પત્ર પાઠવ્યું હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.