Abtak Media Google News
બલધોઈ, વિરનગર, આટકોટ, જસદણ, વીંછીયા સરઘસમાં  સમર્થકો કાર્યકર્તાઓ જોડાયા

જસદણ  બેઠકની સામાન્ય ચૂંટણીમાં સૌ પ્રથમવાર ભાજપનું કમળ ખીલી ઉઠ્યું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાનો 16172 મતોની લીડથી વિજય થયો હતો.  કણકોટની સરકારી કોલેજમાં મત ગણતરી કેન્દ્ર પર આ બેઠકની મત ગણતરી થતા 19 રાઉન્ડના અંતે ભાજપના કુંવરજીભાઈ બાવળીયાને 63808, કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલને 45795 અને આપના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરાને 47636 મત મળતા કુંવરજીભાઈ બાવળીયાનો 16172 મતની લીડથી વિજય થયો હતો. જસદણ બેઠકની સામાન્ય ચૂંટણીમાં અત્યાર સુધી ભાજપ કયારેય ચૂંટણી જીત્યું ન હતું.

પરંતુ પ્રથમવાર જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાનો વિજય થતા કાર્યકરોમાં અનેરો આનંદ છવાયો હતો. જસદણ બેઠકની વાત કરીએ તો 2009 ની પેટા ચૂંટણીમાં ભાજપના ડો.ભરતભાઈ બોઘરા અને 2018 ની પેટા ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળીયા ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા. જસદણ બેઠકના ભાજપના નેતા કુંવરજીભાઈ બાવળીયાની ઐતિહાસિક મતની લીડથી જીત થતા જસદણ-વિંછીયા પંથકના સમર્થકોમાં ખુશાલીનો માહોલ છવાયો હતો અને જસદણ-વિંછીયા પંથકના અનેક વિસ્તારોમાં ફટાકડાની આતશબાજી કરી હતી. જસદણ બેઠકમાં અનેક વિવાદો વચ્ચે પણ ભાજપના કુંવરજીભાઈ બાવળીયા વધુ એક વાર ધારાસભ્ય તરીકે બાજી મારતા વિજય સરઘસમાં જોડાયેલા કાર્યકરોએ જય ભોળાનાથ ના નારા લગાવતા ભારે કુતુહલ સર્જાયું હતું. જસદણ વિધાનસભા વિસ્તારના બલધોઈ થી વિરનગર, આટકોટ જસદણ થઈને વીંછિયા સુધી વિજય સરઘસ નીકળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.