Abtak Media Google News

31મી મે એ 10 થી 22 ટકા વળતર યોજના સમાપ્ત: પ્રામાણીક 194402 કરદાતાઓએ કોર્પોરેશનની તીજોરી છલકાવી દીધી

પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરતી કોર્પોરેશનની વેરા વળતર યોજના આગામી 31મી મેના રોજ પૂર્ણ થઇ રહી છે. આજસુધીમાં ગત વર્ષની સરખામણીએ રેકોર્ડબ્રેક 63 કરોડની વધુ આવક સાથે કુલ 102 કરોડ રૂપિયાની આવક થવા પામી છે. 194402 કરદાતાઓએ પ્રામાણીક પણે વેરો ભરપાઇ કરી કોર્પોરેશનની તીજોરી છલકાવી દીધી છે અને 11.50 કરોડનું માતબર વળતર મેળવ્યું છે.

આ અંગે વધુમાં મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે સને 2022-23ના વર્ષમાં તા.31 મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને 10% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના 5% વળતર એટલે કે 15% અને તા.30 જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને 5% અને મહિલા મિલ્કત ધારકને 10% વળતર આપવાનું હાલ ચાલુ છે. જેમાં આજસુધીમાં 1,94,402 કરદાતાઓએ એડવાન્સ મિલ્કત વેરા વળતર યોજનાનો લાભ લીધો છે અને વેરા પેટે કુલ રૂ. 102 કરોડની રકમ ભરપાઈ કરી છે.

વિશેષમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે તા.17/05/2022 સુધીમાં 1,94,402 કરદાતાઓએ કુલ રૂ.102.05 કરોડની રકમ વેરા પેટે ભરપાઈ કરી છે. ગત નાણાકીય વર્ષમાં આજના દિવસે કુલ રૂ. 39 કરોડની રકમ કરદાતાઓએ ભરપાઈ કરેલ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સ પેમેન્ટ કરનાર કરદાતાઓએ આશરે કુલ રૂ.11.50 કરોડનું વળતર મેળવેલ છે. 1,24,139 કરદાતાઓએ ઓનલાઈન ટેક્સ પેમેન્ટનો લાભ લીધો છે. તેઓએ કુલ રૂ. 61.41 કરોડની રકમ ભરપાઈ કરેલ છે.

આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષમાં 11,334 કરદાતાઓએ વ્યવસાય વેરા પેટે રૂ. 4.84 કરોડની રકમ ભરપાઈ કરેલ છે. ગત સાલ આજના દિવસે 6843 કરદાતાઓએ રૂ. 3.24 કરોડની રકમ ભરપાઈ કરી હતી.

દિવ્યાંગો માટે ઓનલાઈન એડવાન્સ ટેકસ ભરવાની પ્રકિયા સરળ બનાવો: ડે.મેયરની માંગ

Drasita

ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ દ્વારા દિવ્યાંગ અરજદારોને ઓનલાઈન એડવાન્સ  ટેકસ ભરવાની પ્રકિયા સરળ કરવા  મ્યુનિ કમિશનરને રજૂઆત     જણાવેલ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ આગામી વર્ષનો એડવાન્સ ટેક્સ ભરવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. એડવાન્સ ટેક્સ ભરતા અરજદારોને ટેક્સમાં વળતર આપવાની યોજના અમલમાં છે

જેમાં દિવ્યાંગોને એડવાન્સ ટેક્સમાં વળતર ઉપરાંત 40% દિવ્યાંગનું સર્ટીફીકેટ આપતા વધારાનો 5% વળતરનો  લાભ આપવામાં આવે છે.   દિવ્યાંગ અરજદાર દ્વારા આ યોજનાનો લાભ લેવા દિવ્યાંગનું સર્ટીફીકેટ બતાવા  વોર્ડ ઓફિસે જવું પડતું હોય છે. જ્યાં જે એપ્રુવ થતા એડવાન્સ ટેકસનો લાભ મળે છે જેથી દિવ્યાંગ અરજદાર દ્વારા ઓનલાઈન ટેક્સ ભરે છતા. તેને જે તે વોર્ડ ઓફિસે ધક્કો થાય છે. આ પ્રકિયામાં સુધારો કરવા મ્યુ. કમિશનરને રજુઆત કરેલ હતી. મ્યુ. કમિશનર દ્વારા ઈ.ડી.પી. શાખાને સુચના આપવામાં આવેલ તેમજ ઈ.ડી.પી. શાખા દ્વારા દિવ્યાંગોને ઓનલાઈન ટેકસ ભરવામાં સરળતા રહે તે માટે અલગથી દિવ્યાંગ અરજદાર માટે ઓનલાઈન ટેકસ ભરવામાં એપ્લીકેશનમાં સુવિધા આપવામાં આવેલ છે. દિવ્યાંગ અરજદાર દ્વારા ઓનલાઈન પોતાનું સર્ટીફીકેટ અપલોડ કરી શકશે અને ત્યારબાદ વોર્ડ ઓફિસર દ્વારા ઓનલાઈન જ આ સર્ટીફીકેટને એપ્રુવ કરવામાં આવશે. જેથી દિવ્યાંગ અરજદારને વોર્ડ ઓફિસે જવું નહી પડે અને ઓનલાઈન જ વેરો ભરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.