Abtak Media Google News

વોર્ડ નં.૧૪,૧૫ અને ૧૭માં ડ્રેનેજ ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ ફાઈનલ કરવા, અર્બન આઈસીડીએસ વિભાગનું નવું મહેકમ ઉભું કરવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે

રાજકોટ મહાનગરપાલિકામાં ચેરમેન પુષ્કરભાઈ પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં અલગ-અલગ ૩૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. ચેરમેનની મુદત ગુરુવારે પૂર્ણ થઈ રહી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગની બેઠક પુષ્કરભાઈના ચેરમેન તરીકેના કાર્યકાળની અંતિમ બેઠક હશે.

કાલે મહાપાલિકામાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં માધવરાવ ક્રિકેટ ગ્રાઉન્ડની સિમેન્ટ વિકેટો પ્રેકટીશ માટે રેસકોર્સ ક્રિકેટ એકેડેમીને ૩ વર્ષ માટે ફાળવવા, પ્રદ્યુમનપાર્કમાં સાપ ઘરમાં કુદરતી આકર્ષક પ્રવેશદ્વાર અને સર્કલ ડેવલોપ કરવા, નવા ટ્રાફિક સિગ્નલો ઉભા કરવા, વોર્ડ નં.૧૪,૧૫ અને ૧૭માં પ્રાઈવેટાઈજેશનથી ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા, દુધસાગર માર્ગ પર હાઈલેવલ બ્રીજ બનાવવા અને ભગવતીપરા મેઈન રોડને ડેવલોપ કરવાના કામ માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરાવવા, શહેરમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવા, યુપીએચસી અને યુસીએસસીનું મહેકમ મંજુર કરવા, ગોકુલનગરમાં રાજીવ આવાસ યોજનાના બાકી લાભાર્થીઓને આવાસ સોંપવા, સેક્રેટરી તથા કમિશનર શાખાના કર્મચારીઓને સ્પેશિયલ પે દરમાં સુધારો કરવા સહિતની અલગ-અલગ ૩૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.