Abtak Media Google News

પ્રખર કાયદાવિદ અને સફળ ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઇ ભારદ્વાજના જ્ઞાન ભંડારનું નવી પેઢીને સતત માર્ગદર્શન મળતુ રહેશે: અંશ ભારદ્વાજ

કાયદામંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી અઘ્યક્ષપદ શનિવારે કાર્યક્રમ યોજાશે

ગુજરાતના પ્રખર ધારાશાસ્ત્રી અને સાસંદ સ્વ. અભય ભારદ્વાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નીમીતે રાજકોટ સૌરાષ્ટ્રના વકીલો દ્વારા અભય ભારદ્વાજ મેમોરીયલ લેકચર તા. 4-12-2021 શનિવારે આત્મીય કોલેજ કાલાવાડ રોડ પર હોલમાં સાંજના પાંચ થી સાત રાખેલ છે આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મહેમાન અને મુત્ય વકતા તરીકે કાયદામંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી રહેનાર છે.

Advertisement

આ પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નીમીતે વકીલો દ્વારા સ્વ. અભય ભારદ્વાજને શ્રઘ્ધાંજલી આપવા યોજેલ કાર્યક્રમમાં તમામ વકીલોએ સમયસર પધારવા તેમના પુત્ર અંશભાઇ ભારદ્વાજે અપીલ કરેલ છે. હોલની મર્યાદીત જગ્યા હોય તમામે વહેલો તે પહેલો ના ધોરણે જગ્યા આપવામાં આવશે. બાકી ના વકીલોને બીજા હોલમાં બેઠક વ્યવસ્થા અપાશે.

સ્વ. અભય ભારદ્વાજ માટે રાજકોટ તથા સૌરાષ્ટ્રના તમામ વકીલો સાથે કૌટુંમ્બિક ધરોબો હોય કોઇ પણ જુનીયર વકીલો ને માર્ગદર્શન આપતા હોય તમામ વકીલોના આ કાર્યક્રમ માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. મોટી સંખ્યામાં વકીલો હાજર રહી અને મેમોરીયલ લેકચરનો લાભ લે તેવા પ્રયત્નો થઇ રહેલ છે.

આ કાર્યક્રમ પહેલા તા. 1-12-2021 ના સ્વ. અભય ભારદ્વાજના પ્રથમ પુણ્યતિથિ નીમીતે યોજાયેલ બ્રહ્મસમાજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોજાયેલ બ્રહ્મસમાજના કાર્યક્રમમાં મોટી સંખયામાં સમાજ ઉ5સ્થિત રહેતા ત્રણ હોલ ખોલેલા હતા કાર્યક્રમ બાદ તમામ વકીલો માટે સ્વરુચી ભોજન રાખેલ છે.

‘અબતક’ ની મુલાકાતે આવેલા સ્વ. અભયભાઇના પુત્ર અંશ ભારદ્વાજે જણાવ્યું હતું કે પ્રખર કાયદાવિદ અને સફળ ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઇનું કાયદાવિદોનું જ્ઞાનયજ્ઞ અવરિત ચાલુ રહે અને આવનારી પેઢીને માર્ગદર્શન મળે તે માટે આવનાર દિવસોમાં મેમોરીયલ લેચકર સહીત કાર્યક્રમો યોજાશે.

આ તકે સિઘ્ધરાજસિંહ જાડેજા, સી.એચ. પટેલ, દિલીપભાઇ મહેતા, અમીત ભગત, સુમીતકુમાર વોરા, ધર્મેશભાઇ સખીયા અને જીતેન્દ્ર પારેખ સહીતના એડવોકેટઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.