Abtak Media Google News

ર1 મેના સમુહ લગ્ન માટે 10 મે સુધી એન્ટ્રી લેવાશે દિકરીઓ ઘર વખરી કરીયાવર સાથે સાહી ઠાઠથી વળાવાશે

સીટી કાઉન્સિલ ઓફ જેતપુર એ સામાજીક કાર્ય કરવામાં હંમેશા અગ્રેસર છે,  દર વર્ષે સીટી કાઉન્સિલ દ્વારા જેતપુરમાં સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન નું આયોજન કરવામાં આવે છે, આવતી તારીખ 21 – 5 ના રોજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરણાર્થે જેતપુરમાં 16માં સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન નું આયોજન કરવામાં આવેલ છે, આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્નની નોંધણી આવતી તારીખ 10 – 5 સુધી કરવામાં આવશે આ દરમિયાન જે જેટલા લગ્નની નોંધણી થશે તેના ધામધુમથી લગ્નનું યોજાશે.

સીટી કાઉન્સિલ ઓફ જેતપુર અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા દ્વારા જે ગરીબ ઘરની દીકરીઓ છે તેના લગ્ન ધામધુમથી થાય અને લગ્નના ખોટા ખર્ચા અને દેખાડાથી લોકો બચે તેવા શુભ આશયથી આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે,

સીટી કાઉન્સિલ ઓફ જેતપુર  ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના સહયોગ થી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાના સ્મરણાર્થે આયોજન કરી રહ્યું છે, ભૂતપૂર્વ સાંસદ અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાના પિતા શ્રી વિઠ્ઠલભાઈ અનેક સેવાકીય કર્યો કરી ને સમાજમાં એક નવી રાહ ચીંધી હતી અને હવે તેમના પુત્ર જયેશભાઇ રાદડિયા પણ પિતાના સેવાકીય કામો કરવાના રસ્તે ચાલી રહ્યા છે અને સામાજીક સેવાઓ કરી રહ્યાં છે, સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાએ જેતપુર જામકંડોરણા સહિતના આસપાસના અનેક ગામોની 2500 થી વધારે ગરીબ ઘરની દીકરીઓને એક બાપ બનીને પ્રભુતામાં પગલાં પડાવ્યા છે, અને ઘર સંસાર શરૂ કરાવેલ છે, પિતાના પગલે ચાલતા સેવાભાવી એવા જયેશભાઇ રાદડિયાએ પણ ગત વર્ષે જામકંડોરણામાં એક જાજરમાન સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન કરી ને અનેક દીકરીઓને સાસરે વળાવેલ હતી

પોતાની દિકરીની જેમ જ   સમુહલગ્નમાં દિકરીઓને વળાવવાની પરંપરા

સીટી કાઉન્સિલ ઓફ જેતપુર અને ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા દ્વારા પોતાની દીકરીના લગ્ન કરતા હોય તેવી રીતે લગ્ન કરી ને દીકરીને સાસરે વળાવે સાથે સાથે આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન માં લગ્ન કરનાર દરેક દીકરીઓને ઘર સંસાર શરૂ કરવા માટે કરિયાવરની તમામ વસ્તુઓ આપવામાં આવે છે, જેમાં ચમચી થી શરૂ કરી ને ઘરની દરેક વસ્તુ આપવામાં આવે છે.

વરરાજાની જાજરમાન વરઘોડો

વરરાજા માટે એક જાજરમાન વરઘોડો નીકળે, આ સર્વજ્ઞાતિ શાહી સમુહલગ્ન માં જાન લઈને આવનાર વરરાજાને પણ તેવો એક દિવસના રાજા હોય તેવી અનુભૂતિ થાય છે અને તેઓનો એક જાજરમાન વરઘોડો કાઢવામાં આવે છે અને રંગેચંગે તેવોને ને લગ્નના માંડવે લઈ આવે છે.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે શ્રી જયંતિભાઇ રામોલીયા અને વસંતભાઇ પટેલની રાહબર હેઠળ પ્રમુખ મનહરભાઇ વ્યાસ, સેક્રેટરી મનીષભાઇ કરેડ, પ્રવિણભાઇ નંદાણીયા,  પ્રવિણભાઇ ગજેરા, રતિલાલ ખાચરીયા, અરવિંદભાઇ વોરા, મનીષભાઇ પંડ્યા, અમીતભાઇ ટાંક, વિનોદભાઇ સિધ્ધપરા, હેમંતભાઇ ઢોલરીયા, સવજીભાઇ બુટાણી, રજનીભાઇ દોંગા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.