બીપીન રાવતના નિધનના વ્રજઘાત પર સોશિયલ મીડિયામાં ગદ્દારોનું અટ્ટહાસ્ય અભિવ્યકિતની સ્વતંત્રતા સ્વછંદતા??

અબતક, રાજકોટ

સ્વરસામ્રાજ્ઞીની લતાદીદીએ પોતાનાં કંઠમાં એ દર્દ ભરી અને ગાયું ત્યારે કહેવાય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી સ્વ.જવાહરલાલ નહેરુ પણ રડી પડેલા.આજે પણ એ જ સંવેદના દેશનાં સૈનિક પ્રત્યે દેશવાસીઓનાં હ્રદયમાં છે.એમાં પણ જ્યારે વાત આવે દેશનાં પ્રથમ સીડીએસ,બાલાકોટ એર સ્ટ્રાઇક અને મ્યાનમાર સર્જીકલ સ્ટ્રાઇકનાં પ્રણેતા જનરલ બિપીન રાવતની ત્યારે પ્રત્યેક ભારતવાસીનું મસ્તક ગૌરવથી ઉન્નત થઇ જાય છે. અને એટલે જ તો જયારથી જનરલ રાવતનાં દુ:ખદ નિધનનાં સમાચાર આવ્યા ત્યારથી દેશ સ્તબ્ધ થઇ ગયો છે.

પ્રત્યેક ભારતીયનું મન ગુમશુમ, હ્રદયમાં પારવાર પીડા અને આંખમાં આંસુ છે.દેશનાં પ્રધાનમંત્રીએ જેમને દેશનાં સર્વોચ્ચ સૈનિક ગણાવ્યા એવા બિપીન રાવતની શૌર્યગાથાઓ આ જે આટલી વ્યસ્તતાની વચ્ચે પણ ટીવી ચેનલો અડતાલીશ કલાકથી ગાઇ રહી છે , અખબારો પ્રથમ પાને કાળા અક્ષરે હેડલાઇન છાપી દુ:ખ વ્યકત કરી રહ્યા છે.દેશ-વિદેશનાં રાજદ્રારીઓ પોતાનો શોકસંદેશ પાઠવી રહ્યા છે.જનરલ સાહેબની બંન્ને દિકરીઓ માતા-પિતાની શિતળ છાંયા ગુમાવી દેતા ચૌધાર આંસુએ રડી રહી છે.ત્યારે ગલીનું કુતરુ દેખી ઘરમાં ઘરી જનારા કેટલાક કહેવાતા અભિવ્યકિતની સ્વતંત્રતા કે સ્વચ્છંદતા કે લાઇક વાંચ્છુઓ સોશ્યલ મિડીયામાં જનરલ સાહેબનાં દુ:ખદ નિધન પર દેશની લાગણી , સંવેદનશીલતા અને દેશભક્તિની ભાવનાંને પગનાં ઠેબે ચડાવતા હોય એમ અટ્ટહાસ્યનાં ઇમોજીઓ મુકી અને પોતાની કોમેન્ટો સોશ્યલ મિડીયામાં મુકી રહ્યાં છે.

વિશ્ર્વના સૌથીમોટા લોકતંત્ર આ સ્વતંત્ર્યતાની સાચી પરિભાષા સમજવાનો હવે સમય પાકી ગયો છે

હવે સમય આવી ગયો છે કે દેશનાં વિર જવાનોનાં દુ:ખદ નિધન પર અટ્ટહાસ્યકરનારાઓ પર દેશની જનતા ફીટકાર વરસાવે.કમસે કમ હવે તો મારે શું ? એમ વિચારી ચુપ બેસવાની જગ્યાએ પોતાની ચુપકીદી તોડી અને પ્રતિક્રિયા આપવી પડશે. સ્વતંત્રતાનાં નામ પર સ્વચ્છંદીઓ પાકિસ્તાન મેચ જીતે ત્યારે ખુશ થાય છે,કાશ્મીરમાં જવાન વિરગતીને પ્રાપ્ત થાય ત્યારે પાર્ટીઓ કરે છે,ભારતમાં આતંકીઓ તાંડવ મચાવે ત્યારે આવા સ્વચ્છંદીઓ ખુશ થાય છે,આજે પણ આ લોકો ખુશ થઇ રહ્યાં છે કારણ પાકિસ્તાન અને ચીનને સામરિકરુપથી ધુળ ચાટતા કરી દેનારા દેશનાં મહાનાયક , દેશની સેનાનું આધુનિકીકરણ કરનારા અને દેશની સેનાની ત્રણેય પાંખોને મજબુતિ આપવામાં પોતાનું અતલનિય યોગદાન દેનારા ભારતમાતાનાં એ વિર સપુતે  આજે પ્રસ્થાન કર્યું છે.

સમજવાની વાત એ છે કે આવા લોકોનાં વિદ્વેષનું કારણ ફકત રાજનૈતિક વિરોધ નથી પરંતુ ભારત અને ભારતિયતા પ્રત્યે એમની નસે નસમાં નફરત ભરી છે.વિકસી રહેલું ભારત એમની નફરતનું કારણ છે.

કોઇપણ દેશ પોતાનાં મીલટ્રી પાવર ઉપર મહાન બને છે.અમેરિકા આજે સુપર પાવર છે એનું કારણ એની સૈન્યશક્તિ છે.રાવત સાહેબે પરંપરાગત સૈન્ય પરંપરાથી હટીને પોતાનાં ટુંકા કાર્યકાલ દરમ્યાન ભારતિય સેનાંનાં આધુનિકીકરણ કરી વિશ્ર્વની ટોચની સેના સામે ટક્કર લેતી કરી દીધી.હવે સમજદારી બતાવવાનો વારો આપણો આવ્યો છે.તુચ્છ રાજનિતી છોડી રાષઅટ્ર અને સમાજહીતને સર્વોપરી માની એક સાચા ભારતિયનાં સ્વરુપમાં આપસી સહયોગ અને સંગઠનાત્મકરુપથી દેશની અંદર કાર્યરત આવી વિધ્વંસક તાકાતોને પરાસ્ત કરવા માટે દેશભક્તોએ ઘરમાં બેસી રહેવાનાં સ્થાને બૌદ્ધિકરુપથી આગળ આવવું પડશે.