Abtak Media Google News

શૈક્ષણિક પડકારોને પહોંચી વળવા બે વર્ષ માટે 20 કરોડ ખર્ચાશે

મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને શૈક્ષણિક સહાય માટે એડટેક-ફોકસ્ડ એક્સેલરેટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બાળકોને ઘરે બેઠા પાયાના શિક્ષણ માટે મદદ કરવા માટે કરવામાં આવ્યો છે. આ કોન્સોર્ટીયમને સ્થાપક ભાગીદારો રિલાયન્સ ફાઉન્ડેશન અને યુ.બી.એસ. ઓપ્ટીમસ ફાઉન્ડેશનની નિપૂણતા અને સહાયનીસાથે સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશન દ્વારા અમલીકરણનો, બ્રિટીશ એશિયન ટ્રસ્ટનો ફંડ મેનેજર અને યુ.એસ. એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (એ.એસ.એ.આઇ.ડી.) માધ્યમથી યુ.એસ.ગવર્નમેન્ટનો ડિઝાઇન અને મનેજમેન્ટમાં  ટેકનિકલ સહાયના સ્વરૂપમાં લાભ મળશે.

Advertisement

યુનિવર્સલ ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમરસી (એફ.એલ.એન.) કૌશલ્યો હાંસલ કરવા માટે કોવિડ-19 રોગચાળાના કારણે શિક્ષણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી ખૂબ જ જરૂરી છે. ઘરે રહીને ઉપયોગ કરી શકાય તેવા એડટેક સોલ્યુશન્સ આ નુકસાન ભરપાઈ કરવાની ઘણી ક્ષમતા ધરાવે છે.

એક્સેલરેટર નોન-પ્રોફિટ અને ખાનગી સંસ્થાઓના આઠ ઉચ્ચ-ગુણવત્તાયુક્ત એડટેક સોલ્યુશન્સને ફંડ પુરૂં પાડશે જે નવિનતમ વિચારોના સર્જન, પ્રાયોગિક ચકાચણી, માપન અને પરીક્ષણનો ઉદ્દેશ ધરાવતા હોય. અસરકેન્દ્રી ગ્રાન્ટ ફંડિંગ અને મેન્ટરીંગ સહાય પહેલા વર્ષમાં ઉપલબ્ધ હશે અને આ કાર્ય માટેની ગ્રાન્ટ બીજા વર્ષમાં વધારવામાં આવશે, જેનાથી 2025 સુધીમાં 2.5 મિલિયન બાળકો સુધી પહોંચી શકાય. એડટેક એક્સેલરેટર માટે અરજીઓ સ્વીકારવાનું ચાલુ થઈ ગયું છે. આ કાર્યક્રમ એવા એડટેક સોલ્યુશન્સને ટેકો આપવા માટે છે જે ઓછી આવક ધરાવતા તબકાને પોષાય તેવી કિંમતે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સોલ્યુશન્સ પૂરા પાડવા માંગે છે. તે સંસ્થાઓને પડકારોના ઉકેલ માટે નવું કરવા માટે અને શિક્ષણના તારણો, સિમાચિહ્નો અને અસરકારક ખર્ચના પૂરાવા તૈયાર કરવા અને તેનાથી મોટાપાયે ગુણવત્તાયુક્ત શિક્ષણની ઉપલબ્ધિને સુલભ બનાવા માટે શિક્ષણની ઇકોસિસ્ટમને સહાયરૂપ બનશે. સંસ્થાઓને  ૂૂૂ. યમયિંભવફભ ભયહયફિજ્ઞિિં. જ્ઞલિ. પર અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે. એડટેક એક્સલરેટર જાન્યુઆરી 8, 2023 સુધી અરજીઓ સ્વીકારશે.

સેન્ટ્રલ સ્ક્વેર ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. અને એમ.ડી. શ્ર્વેતા શર્મા-કુકરેજાએ જણાવ્યું હતું કે, ભારતમાં આવેલા લગભગ 9,000 કરતાં વધારે એડટેક સંસ્થાઓમાંથી માત્ર એક જ ટકો પાયાના શિક્ષણ પર ભાર મૂકે છે અને તેમાંથી પણ ઘણાં ઓછાએ ઓછી-આવક ધરાવતા તબકા માટે પ્રોડક્ટ બનાવી છે. નીપૂણ મહત્વાકાંક્ષી પ્રોગ્રામ છે અને આપણાં બાળકોને મદદ કરવામાં ઘરે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સી.ઇ.ઓ. જગન્નાથ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમસ્યાઓના સમાધાન માટે ભારતમાં એડટેક સોલ્યુશન્સમાં ઘણો વધારો થયો છે. પડકાર એડટેક સોલ્યુશન્સને દરેક ઘરમાં લોકશાહીપૂર્ણ બનાવવાનો છે. વધુ માહિતી માટેwww. edtechac celerator. org. નો સંપર્ક કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.