Abtak Media Google News

કોરોનાના હળવા લક્ષણો ઘરાવતા દર્દીઓ માટે નજીવા દરે સારવારની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ

ગોકુલ હોસ્પિટલ દ્વારા આજથી ઉદય કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે નજીવા દરે સારવારની ઉતમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

Advertisement

સમગ્ર વિશ્ર્વમાં અત્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં દરરોજ નોધપાત્ર વધારો જોવા મળે છે. આ સંજોગોમાં ગોકુલ હોસ્પિટલ દ્વારા કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ગોંડલ રોડ પર લોધાવાડ ચોક ખાતે આવેલ થ્રી સ્ટાર ફેસીલીટી ધરાવતી સૂર્યકાંત હોટલ બિલ્ડિંગમાં ઉદય કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે. ગોકુલ હોસ્પિટલના બત્રીસ વર્ષના અનુભવ તથા વિશ્ર્વસનીયતા સાથે તજજ્ઞ ડોકટરોની ટીમ તેમના મેડીકલ ઓફિસરો અને નર્સિગ સ્ટાફની મદદથી સતત ધ્યાન રાખશે. અહી ૩૦ રૂમમાં ૪૦ દર્દીઓનો સમાવેશ કરી શકાશે. જો એક જ કુટુંબના પોઝિટિવ વ્યક્તિઓ હશે તો તેમને એક રૂમમાં સાથે રહેવાની સગવડ પણ પૂરી પાડવામાં આવશે. જે દર્દીઓ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા હોય અથવા કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હોય પંરતુ ખૂબ હળવા લક્ષણો (જેવા કે તાવ, શરદી, ઉધરસ, થાક લાગવો, શરીરમાં કળતર થવી, ગળામાં બળતરા થવી અથવા ઓકસીજનની જરૂરિયાત ન હોય) તથા જે દર્દીઓનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય પરંતુ તેમને હોમ આઇસોલેશનમા રહેવાની સલાહ આપવામાં આવી હોય પરંતુ કોઇ કારણોસર ઘરે આઇસોલેશનમાં રહી શકે તેવા દર્દીઓઆ સુવિધાઓનો લાભ લઇ શકશે. આ જગ્યાએ ૨૪ કલાક નસિંગ સ્ટાફ થતા મેડિકલ ઓફિસર હાજર રહેશે. રેલીગેર હેલ્થ ઇન્સ્યોરન્સ મેડીકલેમ પોલીસી ધરાવતા દર્દીઓ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ ઉદય કોવિડ હોસ્પિટલ ખાતે કેસલેસની સુવિધા પણ ઉપલબ્ધ છે. ઉદય કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીને સવારનો નાસ્તો, બપોરનું ભોજન, રાત્રિનું ભોજન તથા બે વખત ચા, કોફી આપવામાં આવશે. આ ઉપરાંત દરદીને હળદર વાળું દુધ તથા ઉકાળો પણ આપવામાં આવશેે. દર્દીની જરૂરીયાત માટે એમ્બ્યુલન્સની સુવિધા પણ રાખવામાં આવી છે. ખૂબ જ સ્વચ્છ સુઘડ અને હાઇજેનિક વાતાવરણ દર્દીને મળી રહે તે માટે ગોકુલ હોસ્પિટલ મેનેમેન્ટ સતત ધ્યાન રાખશે. દરેક દર્દીને એટેચ બાથરૂમ સાથે પર્સનલ રૂમની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જરૂર પડે તો દર્દીનાં લોહીના રિર્પોટ કરવા માટેની સુવિધા પણ છે. આ અંગેની વધુ માહિતી માટે ૮૮૬૬૩૮૩૧૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાનગર મેઇનરોડ તથા કુવાડવા રોડ પરથી ગોકુલ હોસ્પિટલ કોવિડ-૧૯ની સારવાર ઉપલબ્ધ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.