Abtak Media Google News

વકીલોની બેઠક વ્યવસ્થામાં નવી વ્યથા ઉભી થઇ !!

ફોર્મ ભરી વકીલોની નોંધણી કરી ટેબલ ફાળવવા નવી ફોર્મલાએ ચકચાર જગાવી: વધુ એક બેઠક ડિસ્ટ્રીકટ જજ સાથે યોજાઇ

શહેરના જામનગર રોડ ઉપર આવેલા ઘંટેશ્વર પાસે નવ નિર્મિત કોર્ટ સંકુલમાં વકિલોની વ્યવસ્થાને લઈને ચાલતા વિવાદનો અંત લાવવા આજે બાર એસોસિએશન દ્વારા વકીલો અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે અને બાર અને બેન્ચ વચ્ચે સંભવિત બેઠકમાં આ ફોમ્ર્યુલા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે

વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રના પાટનગર સમા  રાજકોટ ખાતે વિશાળ જગ્યામાં 110 કરોડના ખર્ચે  એક સાથે 47 કોર્ટ બેસી શકે તેવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ નવ નિર્મિત સંકુલનું એક સપ્તાહથી વધુ સમય પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચુડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના ત્રીજા દિવસે ટેબલ ખુરશી રાખવા પ્રશ્ને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું.  અને મોડી રાત્રે અધિક સેશન્સ જજોએ દોડી જઇ  દરમિયાનગીરીથી મામલો થાળી પાડ્યો હતો ટેબલ વિવાદ શાંત કરવા નવનિયુક્ત બાર એસોસિએશનની બોડી દ્વારા નવા કોર્ટ સંકુલમાં પ્રથમ જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં વકીલોના અભિપ્રાય દરમિયાન મામલો બિચકતા જનરલ બોર્ડ સ્થગિત કરવામાં આવ્યું હતું. વકીલોની વ્યવસ્થાનો પ્રશ્ન પેચીંદો બનતા બારના વર્તમાન અને પાંચ પૂર્વ પ્રમુખો દ્વારા મડાગાંઠને ઉકેલવા માટે ફોમ્ર્યુલા ઘડવામાં આવી હતી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અગ્રવાલને મળવા ડિસ્ટ્રિક્ટ સમક્ષ સમય માંગ્યો હતો બાદ બાર એસોસિએશનના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારોનું પ્રતિનિધિ મંડળે કરેલી રજુઆતમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.  અને ડિસ્ટ્રીક જજને સાથે રાખી તાત્કાલિક ઉકેલ લાવવા ખાતરી આપી હતી.બાર એસોસિએશન દ્વારા આજે જુના કોર્ટ બિલ્ડીંગ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી જેમાં  ઘડવામાં આવેલી ફોમ્ર્યુલામાં બાર એસોસિએશન ફોર્મ બહાર પાડશે, વકીલોની નોંધણી થશે, ક્યા બારનો મેમ્બર છે, સિનિયર સાથે છે કે સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે, વાર્ષિક ફી નક્કી કરવામાં આવશે જે મુજબ વકીલોનું રજીસ્ટ્રેશન થશે, ખોટી માહિતી આપનારનું ફોર્મ અને રજીસ્ટ્રેશન રદ થવા પાત્ર સનદ નંબર જરૂરી તેમજ વાર્ષિક/આજીવન મેમ્બરશીપની જોગવાઈ મુદ્દે ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ રજૂઆતો કરવામાં આવશે. આથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉદભવે નહીં અને વકીલોના પ્રશ્નોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી બાર એસોસિએશનની ગરિમા જાળવવા બાર એસોસિએશનના હોદ્દેદારોએ  અપીલ કરી છે બેઠક બાદ બાર એસોસિએશન  દ્વારા ઘડવામાં આવેલી ફોમ્ર્યુલા સાથે ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાથે મીટીંગ મળશે અને તાત્કાલિક ધોરણે વકીલોની વ્યવસ્થાના પ્રશ્નોનું સુખદ અંત આવે તેવી વકીલોમાં આશા જાગી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.