Abtak Media Google News

હોરર સ્ટોરી

સુખવિન્દરના મોબાઇલની રિંગ વાગી, તેણે જોયું કે કોઈ અજાણ્યા નંબર પરથી ફોન કરી રહ્યું હતું.તેણે ફોન ઉઠાવ્યો,

સુખવિન્દર: હેલો જી.

સામે એક પુરુષનો અવાજ આવ્યો,

સામેથી : હેલો, હું જીટી રોડ પર ઉભો છું, મારી કારના એન્જિનમાં ખામી છે, તેથી મારે ટોઇંગની જરૂર છે, તો તમે આવી શકો?

સુખવિન્દર : હા પણ આપને ક્યાં જવું છે?

સામેથી: મારે, બિલોર – પશ્ચિમના 80 ફૂટ.ના રોડ પર આવેલી સુખ નિવાસ કોલોનીમાં કારને લઈ જવી છે, તમે આવશો?

સુખવિન્દર: હા, હું આવીશ, પણ 500 INR લઇશ સર.

સામેથી: કંઈ વાંધો નહીં, જલ્દી આવો.

સુખવિન્દર: સર, તમારું નામ?

સામેથી: વિરેન

સુખવિન્દર સરદારનગર શહેરમાં ટોઇંગનું કામ કરતો હતો,તેને વીરેન નામની વ્યક્તિનો ફોન આવ્યો. તેને સરદારનગર શહેરના બિલોર વિસ્તારમાં ટોઇંગ કરીને વાહન પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો. થોડા સમય પછી તે તેની ટોઇંગ વાન લઇને જી.ટી રોડ પર ગયો ત્યારે વિરેન કાર લઈને ઉભો હતો. તેની કાર ખૂબ જ મોંઘી જણાતી હતી અને જાણે આજે જ ખરીદી હોય તેમ ચમકી રહી હતી.

14 6

સુખવિન્દરઃ સર, આ કાર તમે આજે જ ખરીદી છે?

વિરેન: હા ભાઈ હું 2 કલાક પહેલા પેપર વર્ક પૂરું કરીને અહીં લઈ આવ્યો છું.

સુખવિન્દર: પણ શું ખરીદ્યા પછી તરત જ એન્જિન બગડી ગયું?

વિરેન: હા, એવું જ લાગે છે.હું કંપનીમાં જઈશ કારને રીપેર માટે પરંતુ એ પહેલાં હું મારી પત્નીને આ કાર મારી દેખાડીને તેને સરપ્રાઇઝ આપવા માગું છું,શું છે કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે.

12

વિરેન આટલું બોલતા એક્સાઇટ થઈ ગયો હતો,સુખવિન્દરને વિચિત્ર પણ લાગ્યું અને ખુશી પણ થઈ,ખેર તેને શું? તેનો તો આ ધંધો હતો, પૈસાથી મતલબ હતો તેને તો, ટોઇંગ વાનને વિરેનની ગાડી સાથે જોડી અને ધીમે ધીમે વાન ચલાવવા લાગ્યો.વીરેન કારમાં બેસી ગયો, તેની કાર એકદમ નવી હતી, તેણે આજે જ ખરીદી હતી અને તેની પત્ની સુનીતાને ગિફ્ટ કરવાની હતી.હવે બિલોર વેસ્ટ આવી ગયો હતો.સુખવિંદર વિરેને આપેલા સરનામે પહોંચ્યો, સામે વિરેનનું ઘર હતું, તેણે વેનમાંથી નીચે ઉતરીને ઘરનો દરવાજો ખખડાવ્યો. તે મોટું અને સરસ ઘર હતું. બહાર એક નેઈમ પ્લેટ હતી જેના પર ઘરનું નામ “બ્લોસમ” લખ્યું હતું. ત્યાં એક 40 વર્ષની મહિલા જે તેની પત્ની સુનીતા હતી તેણે દરવાજો ખોલ્યો અને કહ્યું.

સુનિતા: હા, આપ કોણ?

સુખવિન્દર: હું, સુખવિન્દર તમારી કાર લઈને આવ્યો છું, વિરેન સર પણ બેઠા છે.

સુનિતા ચોંકી ગઈ,અને તે ગુસ્સે થઈ ગઈ

સુનિતા: આ શું કહો છો!?? કઈ કાર? અને વિરેન અહીં કેવી રીતે આવી શકે?

સુખવિન્દરઃ અરે આપ ગુસ્સે કેમ થાઓ છો? તમે પાછળ આવીને જોઈ લો.

સુનિતા સુખવિંદરની પાછળ તે વાનમા બાજુ ગઈ, તે વાન જોઈને ચોંકી ગઈ અને સુખવિંદરને પૂછ્યું.

સુનિતા: તું ચોર તો નથી ને?

સુખવિન્દરઃ અરે ના મેડમ, હું ટોઈંગનું કામ કરું છું, મારું કાર્ડ જુઓ, તમારા પતિ વિરેનજીએ મને ફોન કર્યો હતો, તેઓ જી.ટી રોડ પર ઊભા હતા અને ત્યાંથી હું આ કાર અને તેમને અહીં લઈ આવ્યો છું, તમે કેમ નથી માની રહ્યા? સર બહાર તો આવો છે સર?

કાર તરફ જઈને દરવાજો ખોલ્યો પણ વિરેન અંદર ન હતો.. સુખવિન્દર સુનિતાની નજીક આવ્યો અને મેમ મેમ કહીને બોલાવવા લાગ્યો પણ સુનિતાએ કાંઈ જવાબ ન આપ્યો કેમકે તેના પગ ત્યાં જ જમીન પર ચોંટી ગયા હતા,તે ડઘાઈ ગઈ હતી તેણીને એક વર્ષ પહેલાનો દિવસ યાદ આવ્યો જ્યારે તેની અને વીરેનની લગ્નની વર્ષગાંઠ નજીક હતી,વર્ષગાંઠના બે દિવસ પહેલાંની આ વાત છે.

સુનિતા: વિરેન, તને આપણી વર્ષગાંઠ યાદ છે ને?

વિરેન : હા હા બાબા મને યાદ છે.

સુનિતા: મને કંઈ નહી જાણતી, મારે એક સરસ ભેટ જોઈએ છે.

વિરેન (મજાકમાં): અને જો હું ન આપું તો?

સુનિતા: તો હું તારી સાથે ક્યારેય વાત નહિ કરું.અને હા મને પૈસા આપો, મારે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જવું છે.

વિરેન (હસતાં હસતાં): નહિ જવા દઉં, બોલ શું કરી લઇશ?

સુનિતા હસી પડી અને વિરેનને ઓશીકા વડે મારવા લાગી, બંને એકબીજા માટે બન્યા હતા તેઓનો પ્રેમ એકદમ શુદ્ધ હતો,.

વિરેને 7 ઓક્ટોબરે સુનીતાને કાર ગિફ્ટ કરવાનું વિચાર્યું હતું, પેપર વર્ક પણ પૂરું થઈ ગયું હતું, હવે માત્ર 7 ઓક્ટોબરે કારની ડિલિવરી લેવા જવાનું હતું.

વિરેન કાર ખરીદવા શો-રૂમમાં ગયો હતો, તેણે કાર લીધી અને ઘર તરફ હંકારી, જી.ટી રોડ એક સૂમસામ રોડ હતો,ત્યાં જૂના જમાનાની ખંડેર હાલતમાં પડેલી સિવિલ હોસ્પિટલ અને મોર્ગરૂમ હતો,તે ગાડી ચલાવી રહ્યો હતો ત્યારે તેની પાછળ એક મોટી ટ્રક પણ આવી રહી હતી, ટ્રકની બ્રેકમાં તકનીકી ભૂલના કારણે ટ્રક ચાલક બ્રેક લગાવી શક્યો નહીં અને તે આગળ વધી જઈ વિરેનની કારને જોરથી ટક્કર મારી દીધી જેથી તેની કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ, વિરેનનું ત્યાં ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. કેટલાય કલાકો સુધી પોલીસ ત્યાં આવી નહી જેથી કેટલાક ચોરોએ તેની ગાડી ચોરી લીધી અને વિરેનને બહાર રસ્તા પર છોડી દીધો હતો.

15

આજે તેના આકસ્મિક મૃત્યુને એક વર્ષ પછી 7 ઓક્ટોબરના આ દિવસે સુનીતાને એ બધું યાદ આવ્યું, તેની આંખમાં આંસુ આવી ગયા, વિરેને નક્કી કરી લીધું હતું કે તેને સુનીતાને કાર ગિફ્ટ કરવી છે, તેથી તેની ગેરહાજરીમાં પણ તેણે કોઈક રીતે સુનીતા માટે કાર મોકલી આપી.આ ઘટનાએ સાબિત કરી દીધું હતું કે સુનિતા માટે વિરેનનો પ્રેમ અમર હતો,વિરેનનું મૃત્યુ નહી પરંતુ તે મૃત્યુંજય થયો હતો, સુનીતા કારની નજીક ગઈ, તે ચમકતી કારને સ્પર્શી, તેની આંખમાંથી એક આંસુ કારના બોનેટ પર પડ્યું અને તે આંસુમાં તેને પ્રેમાળ સ્મિત સાથે વિરેનનો ચહેરો જોયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.