Abtak Media Google News

Table of Contents

સ્વિટ્ઝરલેંડ અથવા નોર્વેહિમાલયની ગોદમાં વસેલા છે.અહીં બારેય મહિના પર્યટકો આવતા રહે છે.રજાઓ ગાળવા માટે હિમાચલપ્રદેશનું આ શહેર મનાલી પ્રવાસીઓની પ્રથમ પસંદગી બની રહે છે.
રોહતાંગ પાસને પહેલા ભૃગુ-તુંગના નામથી ઓળખવામાં આવતું હતું. રોહતાંગ પાસમાં ટ્રેકિંગ અને સ્કીઇંગની આકર્ષક સગવડો ઉપલબ્ધ છે. દર વર્ષે હજારોની સંખ્યામાં પર્યટકો આ આકર્ષક દૃશ્યો જોવા અને એડવેંચર સ્પોર્ટ્સને માણવા આવતા હોય છે. અહીં વાદળો કરતા પણ પર્વત ઊંચા દેખાય છે.
હિમાચલ પ્રદેશમાં એવાં તો ઘણાં સ્થળો આવેલાં છે કે જ્યાં સહેલાણીઓ વિભિન્ન સાહસિક રમતો રમી શકે છે, પણ સોલંગ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં પર્વતીય ટેકરીઓની ઊંચાઈ પરથી હવામાં ઉડાન ભરી શકાય છે. અહીંની બર્ફીલી ટેકરીઓનો ઢોળાવ સ્કીઇંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્કીઇંગના શોખીનો માટે સોલંગનો પ્રવાસ ફરજિયાત થઈ પડે છે.
સોલંગની ઘાટીમાં રંગ-બેરંગી ફૂલોની અનોખી ચાદર બને છે. સોલંગ મનાલી સાથે અને મનાલી ભારતના પાટનગર દિલ્હી સાથે જોડાયેલું હોવાથી ત્યાં સરળતાથી પહોંચી શકાય છે.
હિડિમ્બા દેવીનું મંદિર ખૂબ પ્રાચીન છે. મંદિરનું નિર્માણ 1553માં થયું હતું. આ મંદિરમાં હિડિમ્બા દેવીની પૂજા કરવામાં આવે છે.મહાભારતના ગ્રંથ પ્રમાણે હિડિમ્બા ભીમની પત્ની અને ઘટોટકચ્છની માતા હતી.
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક દેશના મહત્વપૂર્ણ પાર્ક્સમાંથી એક છે. આ જગ્યાને 1984માં નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો હતો. અહીં 1171 વર્ગ કિલોમીટર વિસ્તારમાં 375 પ્રકારના જીવોને સંરક્ષિત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.