Abtak Media Google News

સામગ્રી :

૧/૨ કપ ચણાની દાળ , ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારેલી
૧ ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
૧/૪ ટીસ્પૂન ઝીણા સમારેલા કાંદા
૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટેબલસ્પૂન શેકીને ભૂક્કો કરેલા ધાણા
૧ ટીસ્પૂન વરિયાળી
મીઠું , સ્વાદાનુસાર
તેલ , તળવા માટે

પીરસવા માટે :

લીલી ચટણી

વિધિ :

  1. ૧/૪ કપ પાણી સાથે ચણાની દાળને મિક્સરમાં ફેરવી કરકરું મિશ્રણ તૈયાર કરો.
  2. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી, તેમાં બાકી રહેલી બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  3. આ મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ૩૭ મી. મી. (૧ ૧/૨”) વ્યાસના ગોળકાર બનાવીને તેને દબાવીને વડા તૈયાર કરો.
  4. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, એક સાથે થોડા-થોડા વડાને મધ્યમ તાપ પર તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  5. તરત જ લીલી ચટણી સાથે પીરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.