Abtak Media Google News

નિર્ભયા કેસના તકસીરવાન આરોપીઓને ફાંસીની સજા સામે દયાની અરજીની ફાઇલ રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી

દિલ્હીની નિર્ભયા દુષ્કર્મ કેસ બાદ હૈદરાબાદની દુષ્કર્મ કેસના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડતા શરમજનક ઘટના અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આક્રોશ સાથે નિવેદન આપી પોકસો કેસમાં સજા માફી રદ કરતો કાયદો સંસદમાં બનાવવા તાકીદ કરી છે. દિલ્હીની નિર્ભયા પર ચાલુ બસે થયેલા સામુહિક બળાત્કારની ઘટનાથી સમગ્ર દેશમાં ઘેરાપ્રત્યાઘાત સાથે નરાધમો પર ફિટકાર વરસી રહ્યો હતો. સામુહિક બળાત્કારનો ભોગ બનેલી પિડીતાનું મોત નીપજયા બાદ સંડોવાયેલા કામાંધ સામેના કેસની સુનાવણી થતા એક બાળ અપરાધીનો ત્રણ વર્ષ બાદ છુટકારો કરાયો હતો જ્યારે બાકીના તમામ શખ્સોને તકસીરવાન ઠેરવી ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ફાંસીની સજા સામે આરોપીઓ દ્વારા રાષ્ટ્રપિતને દયાની અરજી કરી માફી આપવાની માગણી કરી છે. નિર્ભયા કેસની ફાઇલ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોચી ત્યાં ફરી નિર્ભયા કેસ જેવી જ શરમજનક ઘટના હૈદરાબાદમાં બની છે. હૈદરાબાદની મહિલા તબીબ પર સામુહિક બળાત્કાર ગુજારી મહિલા ડોકટરને જીવતી સળગાવી જધન્ય અપરાધથી ફરી દેશમાં ખળભળાટ સાથે ચકચાર મચી છે. દોષિતો દ્વારા ભાગવાના થયેલા પ્રયાસ દરમિયાન એન્કાઉન્ટર માં ચાર શખ્સો ઠાર થયા છે. હૈદરાબાદની ઘટનાથી મોટી સંખ્યામાં લોકો વિરોધ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે ત્યાં નિર્ભયા કેસની ફાઇલ રાષ્ટ્રપતિ ભવન પહોચતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સજા માફી અંગે આકરી આલોચના કરી આવા કેસમાં સજા માફી ન મળે તે માટે સંસદમાં કડક કાયદો બનાવવા તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.