Abtak Media Google News

Table of Contents

અંગ્રેજીમાં લેપર્ડ કે પેંથર  તરીકે ઓળખાય છે, શિકારને  મોઢાથી પકડીને   આસાનીથી ઝાડ પર ચડી શકે: 15 વર્ષનું આયુષ્ય ભોગવતો દીપડો  ગુજરાતના   રણ વિસ્તાર સિવાય બધે જ જોવા મળે છે:  તે પાણીમાં પણ સારૂ તરી શકે છે

એક સમયે  સંપૂર્ણ  એશિયામાં જોવા મળતું  આ પ્રાણી હવે આફ્રિકાના  સહારા  વિસ્તારમાં જોવા મળે છે:  તે મોટા ભાગે  પાંખા  જંગલો, ઝાડી, વીડી,  વગડો અને પહાડી વિસ્તારમાં વધુ રહેવાનું પસંદ કરે છે

બિલાડી કુળની આ પ્રજાતિ તેના કુળમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું   પ્રાણી છે: કચ્છથી લઈને  ડાંગ  સુધી અને ગીરનાં  જંગલ તથા તેની આસપાસ જોવા મળે છે: તેની વસતી ગુજરાતમાં વધી રહી છે: સવારથી સાંજ શિકાર કરે ને રાત્રે આરામ કરે છે

બિલાડી કુળની આ પ્રજાતિ તેના કુળમાં  સૌથી વધુ  વ્યાપ  ધરાવતું પ્રાણી છે દીપડો છે તેને અંગ્રેજીમાં  લેપર્ડ અથવા  પેંથર તરીકે   ઓળખાયે છીએ. હાલ કચ્છથી લઈ ડાંગ અને ગીરનાં જંગલ તથા તેની આજુબાજુમાં  વિસ્તારોમાં જોવા મળે છે. દીપડો ખુબજ ચાલાક અને તાકતવર જંગલી પ્રાણી છે તે માણસ પશુનો શિકાર કરે છે.તેની લંબાઈ 120 થી 150  સે.મી. અને 30 થી 60  કિલો  વજન  ધરાવે છે.  દીપડો    સામાન્ય રીતે   પક્ષીઓ,  સરીસૃપો, કરચલા તેનો મુખ્ય ખોરાક છે.   માનવ વસાહતની નજીક રહેતો દીપડો ઘેટા બકરા  મરઘા અને કુતરાનો શિકાર  પણ કરે છે.

Advertisement

દીપડાની  તાકાત બહુ જ  હોય છે, તે શિકારને   મોઢાથી   પકડીને  આસાનીથી ઝાડ પર ચડી શકે  છે તેની ચપળતા હોય છે. મોટાભાગે   તે એકાંતમાં રહેવાનું પસંદ  કરે છે.દીપડાનો સંવનન કાળ  લગભગ આખુ  વર્ષ ચાલે છે.   અને બાદમાં નર માદા જુદા પડી જાય છે.  87 થી 94  દિવસના ગર્ભકાળ બાદ   માદા બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે.   તેમનું આયુષ્ય 12 થી 20 વર્ષનું હોય છે.  માદા બે ત્રણ વર્ષમાં જ   પુખ્ત થઈને સાથીની પસંદગી કરી લે છે. દીપડાની ચાલ આંગળીઓ ઉપર હોય છે. જેને અંગ્રેજીમાં ‘ડીજીટીગ્રેટ’ કહેવાય છે.

આનંદના  સમાચાર  એ છેકે ગુજરાતમાં તેની વસ્તી વધી રહી છે. ઘટતા જતા જંગલોના વિસ્તારો તથશ તેના શિકારલાયક   પ્રાણીઓની  ઘટતી સંખ્યાને  કારણે દીપડા અવાર નવાર શહેરી વિસ્તારમાં પ્રવેશ કરે છે તે   જંગલ અને સીમ એમ બંનેમાં ફરતો જોવા મળે છે. સાંજથી સવાર શિકાર કરીને  પછી આરામ કરે છે. ઘણીવાર રાત્રે શિકાર  ન મળવાથી દિવસે પણ મારણ કરે છે. જંગલની આસપાસની  માનવ વસ્તીની નજીક રાત્રે દીપડા અચુક જોવા મળતા હોવાથી   ઘણીવાર માનવો સાથે સંઘર્ષ જોવા મળે છે.તે પોતાનો શિકાર સાથે વહેચીને ખાય છે.

દીપડાની  જમીન પરની પગલાની છાપમાં લંબગોળ  જેવી ચાર આંગળીઓ  અને ગાદીની છાપ સ્પષ્ટ   જોવા મળે છે.  જેમાં નખના નિશાન જોવા મળતા નથી. દીપડો એક સમયે  સંપૂર્ણ  દક્ષિણ  એશિટા અને આફ્રિકામાં કોરીયાથી દક્ષીણ આફ્રિકા   સુધી જોવા મળતો જોકે હાલમાં  બદલાતા પર્યાવરણમાં, શિકાર અને   આવાસોનાં કારણોસર  હવે દીપડો આફ્રિકાનાં સહારા અને ભારત પાકિસ્તાન-ચીન અને  મલેશીયામાં વધુ જોવા મળે છે.ભારતીય દીપડો 15 વર્ષનું આયુષ્ય  ભોગવે છે. લંબાઈ 200થી 220  સે.મી.ને ઉંચાઈ  75 સે.મી.હોય છે. નર 50 થી  90 કિલો જયારે માદા  35 થી  70 કિલોની હોય છે. દેખાવમાં સોનેરી રંગના શરીર પર કાળા રંગના   ગોળાકાર  પોલા ટપકા જોવા મળે છે. બધાજ પ્રકારનાં તૃણાહારી પ્રાણીઓ, વાંદરા, હરણ, પક્ષીઓ, સરીસૃપો અને જીવડાઓ પણ ખાય છે. દીપડાનો વ્યાપ ગુજરાતનાં રણ સિવાયના તમામ વિસ્તારોમાં જોવા મળે છે. મોટાભાગે  રહેણાંકમાં પાંખા જંગલો, ઝાડી,  વીડી,   વગડો, પહાડી પથરાળ વિસ્તારમાં  રહેવાનું પસંદ કરે છે.

તેની હાજરીની ઘણી બાબતોથી આપણે તેની  ઉપસ્થિતિનો અંદાજ મેળવી  શકીએ જેમાં પગલાના નિશાન, ઝાડના  થડ પર નખ ઘસવાના   નિશાન, ઝાડ પર ખાધેલુ મારણ લટકતું જોવા મળે છે. બીજી ખાસ  વાત એ છે કે  શિકાર કરેલા પ્રાણીના ગળાપર દાંતના નિશાન હોય પણ  ગળાનૂં હાડકુ સાજુ હોયતો પણ  દીપડાનું મારણ ઓળખી શકાય છે. તે ગામ નજીક  આવે ત્યારે કુતરા ભસવાના  અવાજ   અને તેની  ગર્જનાથી દીપડાના આગમનની જાણ થાય છે.

દિપડાને શરીરના પ્રમાણમાં પગ ટુકા અને  માટુ માથું  હોય છે.  આ પ્રાણી ચિત્તાને મળતુ આવે છે. તેથી ઘણીવાર ભૂલ થઈ જાય છે.માનવ  વસ્તી નજીક રાત્રે બહુ જોવા મળતો દિપડોગમે તે સાઈડથી હુબલો કરી શકે છે. તેની મારણની પસંદગી આંખ-કાન-કિડની રૂધીર, યકૃત, નાક વગેરે હોય  છે. તે શિકારની  આગળની તરફથી હુમલો  કરે છે. તે  કલાકનાં અંદાજે 60 કિ.મી.ની  ઝડપ ધરાવે છે.  ઘણીવાર   દીપડો આદમ ખોર બની જતાં  લોકો ઉપર વારંવાર હુમલો કરતા જોવા મળે છે. વનવિભાગે ઘણીવાર ઠાર કરવો પડે છે. દીપડાના હુમલાની ઘટનાથી બચવા તેના આતંકથી પ્રજાને બચાવવા ધારા 144  લગાડવી પડે છે.  વાડીમાં કામ  કરતા ખેત મજૂરો પર ઘણીવાર હુમલો  કર્યાના બનાવો જોવા મળે છે.

દીપડાના  માનવ પર હુમલાના બનાવો અંગે તજજ્ઞો જણાવે છે કે, તેના પ્રાકૃતિક રહેવાસની આસપાસ માનવીય  અવર જવર મોટા પ્રમાણમાં વધવાથી આવી ઘટના નિર્માણ થાય છે. ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં  દીપડાની  સંખ્યામાં સારો એવો  વધારો જોવા મળે છે. ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં દીપડાની સંખ્યામાં સારો એવો વધારો જોવા મળ્યો છે. વધી રહેલી સંખ્યાને  કારણે તે આસપાસની  માનવ વસ્તીમાં પોતાના   શિકારની   શોધવાં આવે છે. તે એકવાર માનવ વસ્તીમાં આવ્યાબાદ સુતેલા માણસો કે સુતેલા  ઘેટા બકરામાં કોઈ તફાવત રહેતો નથી.

ભારતીય  તેંદુઆ (દીપડા)ના શિકારના પગલે   તેની ખાસ અને શરીરનાં  અંગોનો અવૈધ  વેપાર વધી રહ્યો છે. ત્યારે પણ તેની   વસ્તીની  સમસ્યા કયાંક ને કયાંક જોવા મળે છે. ભારતીય દીપડા ઉપર મહાદ્વિપમાં   મોટી બિલાડી (બીગકેટ) પૈકી એક છે. આ ઉપરાંત એશિયાઈ શેર, બંગાળ ટાઈગર, બરફના દિપડા અને બાદલવાળા દિપડા પણ જોવા મળે છે. 2014માં પૂર્વોતર છોડીને ભારતીય વાઘોની આસપાસ દીપડાની  રાષ્ટ્રીયગણના કરી હતી. જેમાં 12 થી 15 હજાર સુધીની દીપડાની સંખ્યાનું અનુમાન લગાવેલ હતુ.

1794માં વૈજ્ઞાનિક ફેડરીકે બંગાળમાં કાળા દીપડાની વાતનું વર્ણન  કર્યું હતુ. નેપાળમાં   મળેલ ખાસ પાંચ પૈકી ત્રણ કાળા કલરની જોવા મળેલ હતી જે એ વાતની પૃષ્ટિ  કરે છે. જોકે હાલ ભારતમાં ઘણી જગ્યાએ કાળા દીપડા જોવામળે છે. તેના મજબુત પગ અને લાંબી પુછડી ને નાનકડા કાન તેની હુમલાની તાકાત વધારે  છે. ભારતીય દીપડા ભારત-નેપાળ, ભુટાન અને પાકિસ્તાનના કેટલાક  હિસ્સામાં  બટાયેલા છે. આપણા દેશમાં મધ્યપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉતરાખંડ, છતીસગઢ અને કેરળ જેવા રાજયોમાં દીપડાની વસ્તી વધારે જોવા મળે છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉધાનમાં તેની સંખ્યા   વધુ જોવા મળે છે. વિશ્ર્વમાં  તેની પાંચ પ્રજાતી જોવા મળે છે. 2019 સુધીમાં દીપડા  ની પ્રજાતિએ તેની પૂર્વ  સીમાના  75 ટકા લુપ્ત થઈ ગઈ હતી.

દીપડાની એક છલાંગ 18 ફૂટની !

ચિત્તા અને દીપડામાં ફરક છે. ચિત્તા કરતા દિપડાનું  શરીર મોટું  હોય છે,  પગટુકા, હોવા છતાં હાઈટ લગભગ ચિત્તા જેવી જ હોય છે. માંસલ શરીરનો ભાગ વધુ પહોળો ને ભરાવદાર હોય છે.દીપડો દોડવામાં નહી પણ ઝાડ પર ચડવામાં માહેલ હોય છે, ટુંકા પગએ માટે ખુબ કામના  છે.તેકયારેય દોડીને શિકાર કરતો નથી પણ પાછળથી અથવા  ઝાડ પરથી  અચાનક હુમલો કરે છે.પુખ્ત  દીપડાનું વજન 40થી  92 કિલો જેટલું હોય શકે છે.

ભારે શરીરને કારણે તેને શિકાર પાછળ દોડવું ગમતુ નથી. તે પોતાના વજન કરતા ત્રણ ગણા વજનને ઉંચકીને ઝાડ પર ચડી શકે છે. દીપડાની એક છલાંગ 18 ફૂટની હોય છે. જીવ બચાવવા તે  58 કી.મી.ની ઝડપે દોડી શકે છે.તે એક છલાંગમાં 10 ફૂટ ઉંચો કુદકો લગાવી શકે છે. તે પાણીમાં સારૂ તરી પણ શકે છે. તેનો સ્વભાવ ગુસ્સવિાળો હોય પણ તે  ડરપોક હોવાથી મોટા વાઘ સિંંહ જેવા પ્રાણીઓ સાથે ઝગડો કરવાને બદલે  ઝાડ પર સંતાઈ જાય છે. અમેરિકાના રેઈન ફોરેસ્ટમાં જોવા મળતા જેગવારનો આકાર-કદ-દેખાવ દીપડા અને ચિત્તા જેવો દેખાય છે.

માદા બે થી ત્રણ વર્ષમાં પુખ્ત થઈ જાય છે. એકાંત પ્રિય દિપડા સમગ્ર વર્ષ દરમ્યાન  સંવનન કરે છે. સંવનન બાદ નર-માદા અલગ રહે છે.ને  87 થી  94 દિવસના ગર્ભકાળ બાદ  દીપડી સામાન્ય રીતે બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે. દીપડાની વસ્તી ગુજરાતમાં વધી રહી છે. પણ ઘટતા જંગલોનાં વિસ્તારો અને તેને શિકાર લાયક પ્રાણીઓની  ઘટતી સંખ્યાને કારણે તે શહેરી વિસ્તારોમાં પહોચી જાય છે.  સાંજથી સવાર સુધીમાં શિકાર કરે છે. જંગલની  આસપાસની   માનવ વસ્તીમાં તે અવાર નવાર રાત્રે જોવા મળે છે. તેથી માનવી સાથે સંઘર્ષ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.