Abtak Media Google News

ચીન સાથે નાં સંબંધો અંગે અમેરિકાએ અપનાવેલી ખોટી રણનીતિમાં જો ફેરફાર નહીં થાય તો સંઘર્ષ વધશે‘- ગત સપ્તાહે ચીનનાં વિદેશ પ્રધાન ક્વિન ગંગે જ્યારથી આ નિવેદન કર્યું છે ત્યારથી તાઇવાન મામલે અમેરિકા અને ચીન વચ્ચે યુધ્ધનાં ભણકારા શરૂ થઇ ગયા છે. કારણ કે અમેરિકાની ચોથી મરીન રેજીમેન્ટની ત્રીજી બટાલિયન બે સી સ્ટાલિન હેલિકપ્ટર દ્વારા જંગલોમાં ફરતા થઇ ગયા છે. તેમના કમાન્ડરો અન્ય હેલિકોપ્ટરોમાં અલ્ટ્રાલાઇટ વાહનો અને કોમ્યુનિકેશન ગિયર્સ સાથે રવાના થયા છે. તેમને ટાર્ગેટ અપાયું       છે, રેડ ફોર્સ અર્થાત ઘુષણખોરી કરતા ચીની ફોજીઓને પાછા ધકેલવાનું.  તેમનુ બેઇઝ ઓકિનાવા છે.

Advertisement

અમેરિકા વધારાનાં મિલીટરી ટ્રેનર તાઇવાન મોકલી રહ્યું છે અને તાઇવાનની સરકારે હાલમાં જ ફરજીયાત મિલીટરી સર્વિસનો સમયગાળો ચાર મહિનાથી વધારીને એક વર્ષ કર્યો છે. આજે વિશ્વમાં સૌ બોલે તો છે કે કોઇને જંગ જોઇતી નથી પણ છતાંયે જંગ થાય જ છે. રશિયા-યુક્રેનની એક વર્ષથી ચાલતી લડાઇ આ વિધાનનું જીવંત ઉદાહરણ છે.

ચીનનાં વિદેશ પ્રધાને કરેલા નિવેદન બાદની અમેરિકાની આ તૈયારી છે તો અમેરિકાના ઇન્ડો-પેસેફિક કમાન્ડનાં કમાન્ડર એડમિરલ જોહન એક્વિલિનોએ સામા પ્રત્યાઘાત આપ્યા છે કે યુધ્ધ અનિવાર્ય નથી, સંઘર્ષ ટાળવા માટે પોતાની સત્તામાં રહીને તે તમામ પ્રયાસ કરશે. પરંતુ સાથે જ અમેરિકન સૈન્યને સંકેત પણ આપ્યા છે કે જો પયાસ નિષ્ફળ જાય તો તમારે હુમલા અને વિજય માટે તૈયાર રહેવું પડશે. એમણે એમ પણ જણાવ્યું છે કે યુધ્ધમાં કોઇ ટૂકાગાળાના હુમલા જેવી યોજના હોતી નથી.  રશિયા- યુક્રેનનો દાખલો આપણા સૌની સામે જ છે. આ પ્રકારનાં વિધાનો સમગ્ર એશિયા માટે જોખમી છે, પણ જે છે તે આ હકિકત છે. એ પણ યાદ રાખવું કે હુમલા માટે ચોઘડિયા જોવાતા નથી. અને આમંત્રણ મોકલાતા નથી. હાલમાં જ એક અમેરિકન કોંગ્રેસ મેને પ્રમુખ બાઇડેનને સલાહ આપી છે કે અમેરિકાએ રશિયાનાં યુક્રેન ઉપરનાં હુમલામાંથી પાઠ લેવો જોઇએ. જો તાઇવાનને શસ્ત્રોની સહાય જોઇતી હોય તો પહેલેથી જ આપી દેવી જોઇએ રશિયાની જેમ ચીન તાઇવાનની જમીનો પચાવી લે પછી નહીં.

મૂળ તો ઝિંગપિંગના રશિયા સાથે વધી રહેલા સુમેળ ભર્યા સંબંધો અમેરિકા માટે સારા સંકેત નથી. બાકી હોય તો અમેરિકન ઇન્ટેલિજન્સને માહિતી મળી છે કે ઝિંગપિંગે તેમની સેનાને 2027 સુધીમાં તાઇવાન ઉપર કબ્જો કરવાની ક્ષમતા વિકસાવવાની સુચના આપી છે. કદાચ 2025 સુધીમાં આ યોજનાને અમલ આપી દેવાય એવી અમેરિકાને ચિંતા છે. હાલમાં અમેરિકાને ડર છે કે ચીની ફોજ આગામી ટૂંકા સમયમાં એકદમ સશક્ત થશૈ પછી તેમને રોકવા મુશ્કેલ બનશૈ જ્યારે ચીનને ચિંતા છે કે અમેરિકા સાથે શાંતિપૂર્ણ સંબંધો અને વાટાઘાટ દ્વારા તાઇવાનનું કોકડું ઉકેલવાની શક્યતાઓ સમયની સાથે ધૂંધળી થઇ રહી છે.

એકવાત એ પણ નક્કી છે કે ચીનનાં 20 લાખ ફોજીઓની સામે તાઇવાન પાસે 163000 નું સેના બળ છે.  મતલબ કે અમેરિકાની મદદ વિના તાઇવાન ચીન સાથે બાથ ભિડી શકે તેમ નથી. આ જંગ ભલે તાઇવાનનો હોય પણ તેની અસર 2.30 કરોડ તાઇવાનનાં નાગરિકો માટે નહી પણ સમગ્ર વિશ્વની ઇકોનોમી ઉપર સમસ્યા સર્જી શકે છે. વર્ષ 2016 નો દાખલો જોઇએ તો એ વખતની તાઇવાન લડાઇમાં ચીનનાં જી.ડી.પીમાં 25 થી 30 ટકાનો ઘટાડો થયો હતો.ઙ્યારે અમેરિકાનાં જી.ડી.પીમાં 10 ટકા સુધીનો ઘટાડો થયો હતો. અને વૈશ્વિક સમુદાયના કારોબારમાં ગાબડાં જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ક્ધસલ્ટન્સી કંપની રહોડિયમ ગ્રુપે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે તાઇવાન વિશ્વનાં સેમિક્ધડક્ટરનાં કુલ ઉત્પાદનમાં 90 ટકાનો હિસ્સો ધરાવે છે. સેમી ક્ધડક્ટરનો ઇલેક્ટ ્રોનિક્સ આઇટમોમાં ઉપયોગ થાય છે. હવે જો યુધ્ધ થાય તો વિશ્વને મળતા સેમી ક્ધડક્ટરનાં પુરવઠામાં મોટી ખેંચ ઉભી થાય જે ઇલેક્ટ્રોનિક્સ તથા ઓટોમોબાઇલની આખી ઇન્ડસ્ટ્રીને ખોરવી શકે છે. સરવાળે વૈશ્વિક ઇકોનોમીને કેટલું નુકસાન થાય તેનો કોઇ આંકડો નીકળી શકે તેમ નથી.

આપણો સામાન્ય અનુભવ છૈ કે જ્યારે પણ કોઇ બે દેશ વચ્ચે યુધ્ધ થાય ત્યારે તે દેશોમાં પાકતી કûષિ પેદાશોનાં પુરવઠામાં ખેંચ અનુભવવી પડતી હોય છે. જો આ યુધ્ધ થાય તો તાઇવાનથી નિકાસ થતા સોયાબીન, ઘઉં, મકાઇ તથા ડેરી પ્રોડક્ટસના વૈશ્વિક પુરવઠાની ખેંચ ઉભી થઇ શકે છે. જેના માટે વિશ્વને તૈયાર રહેવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.