Abtak Media Google News

કાર્યક્રમમાં ભજન, લોકગીત, ગઝલો, ગરબા, રાસ અને દુહા- છંદની અનેરી રમઝટ જામશે

અબતક ચેનલની અતિ લોકપ્રિય શ્રેણી ચાલને જીવી લઈએમાં ગુજરાતી ગીતો, લોકગીતો, ગરબા, રાસ, ભજન, સંતવાણી, ગઝલ, લગ્નગીતો, દુહા- છંદની રમઝટ બોલાવતા કલાકારોની કલાને કલાપ્રેમી શ્રોતાજનો માણી આનંદ વિભોર બની જાય છે. તે સ્વાભાવિક છે.

Advertisement

બાળ કલાકારો, યુવા કલાકારો, મોટી ઉમરના કલાકારોને માત્ર ચાલને જીવી લઈએના કલાપ્રિય લોકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. આજે ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં ભજન, લોકગીત, ગઝલો, ગરબા, રાસ અને દુહા- છંદની રમઝટ બોલાવશે કોકિલ કંઠી લોકકલાકાર ભારતીબેન મકવાણા. કે જેઓ રાજકોટના જ વતની છે અને છેલ્લા ૪૦ વર્ષથી લોક સંગીત ક્ષેત્રમાં લોકોને લોકસંસ્કૃતીનું મનોરંજન કરાવે છે. દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને પોતાની લોકસંગીતની કળાથી મંત્રમુગ્ધ કરનાર ભારતીબેન મકવાણાને આજે માણીએ..જોવાનું ચૂકસો નહિ..

કલાકારો

  • કલાકાર : ભારતીબેન મકવાણા
  • એન્કર : પ્રીત ગૌસ્વામી
  • તબલા : મહેશ ત્રિવેદી
  • પેડ : કેયુર બુદ્ધદેવ
  • કી બોર્ડ : પ્રશાંત સરપદડીયા
  • ઢોલક : ફિરોઝભાઈ

આજે પ્રસ્તુત થનારા સુમધુર ગીતો

  • અલ્લા હો નબીજી…
  • કાચી રે માટીનું કોડિયું…
  • રાખના રમકડાં…
  • ધૂણી રે ધખાવી બેલી…
  • તારા દુ:ખને વિખેરી નાખ…
  • નગર બઝાર જા માળું…
  • રૂખડ બાવાનું…
  • સવા બસેરનું દાતરડું…
  • કોયલ બેઠી આંબલીયે…
  • આવી રુડી અજવાળી રાત…
  • મારી બેની રૂપલા…
  • મારા મન પંખીડા…
  • માતા ખોડલનો લીધો જેણે…
  • માડી ગોખ ગબબરથી…
  • દુહા છંદ…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.