Abtak Media Google News

છલડે આઈ રૂલાઈ મુહે યાદ સજનજી આઈ…

ગુજરાતીઓનો ધબકાર ‘અબતક ચેનલ’ પર દરેક પ્રેક્ષકોનો ધબકાર એટલે ચાલને જીવી લઈએ શો, લોકડાઉનથી પ્રારંભ થઈ ને હજુ સુધી પ્રેક્ષકોના હૃદયે રાજ કરે છે. આ શોમાં, દરેક કલાકાર હરખભેર દરેક પ્રેક્ષકોને પોતાનીકલા રજૂ કરે છે. નામી અનામી દરેક કલાકારે કલા દ્વારા પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે આજે દાંડીયા કિંગ, અને ગાયકીમાં વેરીએશન સમ્રાટ રાહુલ મહેતા, જમાવટ કરશે. આમતો રાહુલ મહેતા કોઈ પરીચયને આધીન નથી, કેમકે એમનો અવાજ એની ઓળખ છે. કોઈ પણ કેસેટ કલીપ, કે ઓડીઓમાં જયારે અવાજ સંભળાય ત્યારે કયારેય એ કહેવું ના પડે કે આ રાહુલ મહેતાનો અવાજ છે, લોકો કાંઈ પણ વિચાર્યા વિના એ અવાજનાં તાલે જુમી ઉઠે, એ ગાયકીનાં સાવજ સમા રાહુલ મહેતા આજે ‘ચાલને જીવી લઈએ’ શોમાં પ્રેક્ષકોને પોતાને આપેલ ‘ર્માં કનકેશ્ર્વરી’ આર્શીવાદથી આપેલ કલાથી લોકોને મંત્ર મુગ્ધ કરશે, ગણપતીની સ્થાપનાંથી લઈને દેવોના દેવ, મહાદેવને યાદ કરશે.

જયારે ગણપતી અને મહાદેવને યાદ કરીએ ત્યારે શકિત કેમ ભુલાઈ, શકિતની આરાધના પણ આજે આપને રાહુલ મહેતાનાં કંઠે સાંભળવા મળશે. રાજકોટનાં આ વિઠુળા ગાયક રાહુલ મહેતાને આજે ચાલને જીવી લઈએ શોમાં સાંભળશો ત્યારે આપ ધ્યાનમાં હોવ એવી અનુભુતિ થશે, આ શોએ અને અબતક ચેનલનો પહેલાથી જ એ પ્રયાસ રહ્યો છે. કે આપણી ભાષા, આપણા ગીતો, અને આપણી સંસ્કૃતિ લોકો સુધી પહોચે અનેક કલાકારો દ્વારા સંસ્કૃતિના ગીતોને લોકો સુધી પહોચાડયા છે. ત્યારે આજે આ ચાલને જીવી લઈએનાં સારથી રાહુલ મહેતા હશે, આર.સી.સી.થી લોકોનાં હૃદયમાં રાજ કરતા રાહુલ મહેતા ખુબનાની ઉંમરથી ગાયકીને સમરપીત રહ્યા છે. આજે, આ શોમાં એમણે મુકત મને દરેક કલાકારોને માન આપતા કેની પાસેથી કેવી રીતે અને શું શીખ્યા એ બધી વાત પ્રેક્ષકો સાથે કરશે, દરેક વ્યકિત અને આજની યંગ જનરેશન જયારે રાહુલ મહેતાને માઈક સાથે જુએ ત્યારે, સિધી ફરમાઈસ ઉછળી પળે કે અને મોટા અવાજ પળઘો સંભળાય કે ‘છલળો’…. તો આજે આ શોમાં આપના હૃદયની વાત અને ફરમાઈસ પણ સંપૂર્ણ પણે પુરી થશે તો આજે રાત્રે ૮.૦૦ વાગ્યે તૈયાર થઈ જાવ ડાંડીયાનાં તાલે જુમવા માટે,

આજે રાહુલ મહેતાની મોજ

  • ગાયક: રાહુલ મહેતા
  • એન્કર: પ્રિત ગોસ્વામી
  • કિબોર્ડ: પ્રશાંત સરપદડીયા
  • ઓકટોપેડ: કેયુર બુધ્ધદેવ
  • તબલા: સુભાષ ગોરી
  • કેમેરામેન: દિપેશ ગરોધરા,
  • સાઉન્ડ: ઉમંગી સાઉન્ડ, રાજેશભાઈ ઉભડીયા

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  •  ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.