Abtak Media Google News

કુખ્યાત નિલય મહેતાએ પેરોલ પર છૂટી પ્રેમિકાની મદદથી લૂંટ ચલાવી ખૂન કર્યુ’તું: ચાર હત્યામાં સંડોવાયેલો શખ્સ ત્રણમાં તકસીરવાન ઠર્યો: ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો.

નજીવી રકમ માટે નિર્દયતાથી હત્યા કરતા સિરિયલ ક્લિરે પેરોલ પર છુટી પાંચેક વર્ષ પહેલાં આમ્રપાલી ફાટક નજીક વણિક વૃધ્ધાના સોનાના ઘરેણાની લૂંટ ચલાવી હત્યા કરવાના ગુનામાં પ્રેમિકા સહિત છ શખ્સો સાથે ઝડપાયા બાદ તમામ શખ્સો સામે હત્યા અને લૂંટના કેસની સુનાવણી પુરી થતા અદાલતે પ્રેમી યુગલને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. તેની મદદગારીમાં પકડાયેલા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો કરાયો છે.

આ કેસની પ્રાપ્ત વિગત મુજબ આમ્રપાલી ફાટક નજીક આવેલા પંચરત્ન એપાર્ટમેન્ટમાં એકલવાયું જીવન જીવતા વિમેલેશકુમારી કૃષ્ણગોપાલભાઇ વાત્સે નામના ૭૮ વર્ષના વૃધ્ધાની ગત તા.૧૯-૩-૧૩ના રોજ તેના ફલેટમાંથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી.ગાંધીગ્રામ પોલીસ મથકના તે સમયના પી.આઇ. અને હાલ ક્રાઇમ બ્રાન્ચમાં એસીપી તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ સરવૈયાએ ઉંડાણર્પૂક તપાસ કરી હત્યાના ગુનામાં કુખ્યાત નિલય મહેતાની સંડોવણી હોવાનું બહાર આવતા તેની દોઢેક વર્ષ બાદ ધરપકડ કરી હતી.

આ પૂર્વે વિમેલેશકુમારીની હત્યાના ગુનામાં નિલય ઉર્ફે નિલેશ નવીનચંદ્ર મહેતાની ખોડીયારપરામાં રહેતી પ્રેમિકા શબાના ઉર્ફે શબુ અલ્લારખા ભીખુ બેગ, શાપરના વિનોદ સુરેશ રાઠોડ, રણુજા મંદિર પાસેના જયનગર મફતીયાપરાના રાકેશ નવીનચંદ્ર મહેતા, કોઠારિયા રોડ હુડકો કવાર્ટરના હુસેન ભીખુ બેગ અને કોઠારિયા રોડ પરની ગણેશનગરના રસિક સતાર શેખ નામના શખ્સોની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસ દરમિયાન શબાના ઉર્ફે શબુ બેગની માતા વિમલેશકુમારીને ત્યાં ઘરકામ કરવા જતી હતી ત્યારે માતા સાથે અવાર નવાર કામ કરવા જતી શબાના ઉર્ફે શબુ બેગને વિમલેશકુમારી એકલા જ રહેતા હોવાનું અને વૃધ્ધા હોવાની માહિતી હોવાથી જેલમાંથી પેરોલ પર છુટેલા નિલય ઉર્ફે નિલય મહેતાને ટ્રીપ આપતા તેને હત્યા કરી સોનાના ઘરેણાની લુંટ ચલાવ્યાનું બહાર આવ્યું હતું. વિમલેશકુમારીની હત્યા અને લૂંટ ગુનામાં સંડોવાયેલા નિલય ઉર્ફે નિલેશ મહેતાને આશરો દેવાના અને મદદગારી કરવાના ગુનામાં પોલીસે ધરપકડ કરી હતી.

છ શખ્સો સામેના હત્યા અને લૂંટ કેસની અધિક સેશન્સ જજ એચ.એન.પવારની કોર્ટમાં સુનાવણી શરૂ થઇ હતી. સાયોગીક પુરાવાનો કેસ હોવાનું અને જોડતી કડી પુરવા કરે છે. સુનાવણીમાં કુલ ૩૩ સાહેદની જુબાની લીધી છે. ૬૩ દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા. અદાલતે નિયલ ઉર્ફે નિલેષ મહેતા અને તેની પ્રેમિકા શબાના ઉર્ફે શબુને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી તેની મદદગારીના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો કરાયો છે. આ કેસમાં સરકાર પક્ષે એડવોકેટ તરીકે સમીર ખીરા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.