Abtak Media Google News

શિક્ષીકા સ્કુલે ગઇ ત્યારે મંદબુઘ્ધીના પુત્ર પર હાઉસ કિપિંગનું કામ કરતા શખ્સે આચર્યુ

શહેરમાં ન્યુ રીંગ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા 12 વર્ષના તરુણ સાથે હાઉસ કિપિંગનું કામ કરતા શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે કેસ ચાલવા ઉપર આવતા કોર્ટે આરોપી વિજય શૈલેષભાઈ મકવાણાને આજીવન સખત કેદની સજા અને ભોગ બનનાર સગીર બાળકને રૂપિયા બે લાખનું વળતર કાનૂની સેવા સત્તા મંડળને ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ન્યુ રીંગ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા શિક્ષક સ્કૂલમાં ગયા હતા. ત્યારે તેમનો મંદબુદ્ધિનો બાર વરસનો પુત્ર ઘરે એકલો હતો ત્યારે કચરા પોતા કરવા આવેલા વિજય શૈલેષભાઈ મકવાણા (રહે. કણકોટ પાટીયા પાસે રાજકોટએ મંદબુદ્ધિના સગીર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. માતા  સ્કૂલેથી ઘરે પરત ફર્યા હતા. ત્યારે તેમના સગીર વયના દીકરાએ તેમની ભાષામાં માતાને આપવીતી વર્ણવી હતી. પુત્ર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અચનાર શખ્સ  વિરુદ્ધ શિક્ષિકાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિજય મકવાણાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળી આવતા તપાસ અધિકારી દ્વારા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.

ચાર્જશીટ થયા બાદ પોક્સો અદાલતમાં કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોકટર, તપાસ અધિકારી અને મંદબુદ્ધિના સગીર બાળકની તેમની ભાષા સમજી શકે તેવા સ્કૂલના આચાર્યની હાજરીમાં જુબાની,  દસ્તાવેજી પુરાવા અને સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા દ્વારા કરવામાં આવેલી દલીલ  અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે આરોપી વિજય શૈલેષભાઈ મકવાણાને આજીવન સખત કેદની સજા અને ભોગ બનનાર સગીર બાળકને રૂપિયા બે લાખનું વળતર કાનૂની સેવા સત્તા મંડળને ચૂકવવા હુકમ કર્યો છે.  આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.