Abtak Media Google News

સાડા ત્રણ મહિનામાં લગ્નના માત્ર બે મુહૂર્ત ૧પ અને ૧૬ ફેબ્રુઆરી: ગુરૂ અને શુક્ર ગ્રહનો અસ્ત હોવાથી લગ્નો નહીં યોજાય

પ્રતિ વર્ષ કમુરતા કાળની અવધિ માત્ર એક માસની હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની જેમ કમુરતાએ પણ લગ્નસરાને થોભાવી છે. આ વર્ષે સાડાત્રણ માસમાં લગ્નના માત્ર બે જ મુહુર્ત છે. આચાર્યોના મતે ૧પ અને ૧૬ ફેબ્રુઆરી એ જ લગ્નના મુહુર્ત છે. ગુરૂ અને શુક્ર ગ્રહનો અસ્ત થતો હોવાથી આ વર્ષે લગ્નો નહીં યોજાય.

આજથી રાત્રીના ૯.૩૩ કલાકે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે અને સાથે જ કમુહુર્તાનો પ્રારંભ પણ થઇ જશે, કમુહુર્તા બેસી જતા હવે લગ્ન, સગાઇ, વાસ્તુ સહિતના શુભ કાર્યો અટકી જશે દિવાળી બાદ ઘુમ લગ્નો યોજાયા બાદ ૧૦મી ડિસેમ્બરે લગ્ન માટેના છેલ્લા મુહુર્તમાં ધુમ લગ્નો થયા બાદ હવે આજથી કમુહુર્તા બેસી જતા આવતા સાડા ત્રણ મહિના સુધી લગ્ન સહિતના શુભકાર્યો થઇ શકશે નહીં. કમુહુર્તા દરમિયાન માંગલીક કાર્ય લોકો કરતાં જ નથી છતાં જે લોકો કમુહુર્તા માનતા ન હોય તે લગ્ન, સગાઇ, વગેરે શુર્ભ કાર્યો કરે છે. પરંતુ મોટાભાગે કમુહુર્તા બાદ લોકો શુભ કાર્યોના મુહુર્ત લેતા હોય છે ત્યારે આ વખતે સાડા ત્રણ મહિનામાં લગ્નનાં જ મુહુર્ત નથી. આપણે ત્યાં કમુહુર્તા શુભ કાર્યો નથી. પરંતુ એ સમયમાં સૂર્ય ભગવાની ઉપાસના કરવાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રી રાજદીપ  જોષી જણાવે છે કે તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૧ને ગુરૂવારે ૮.૧૬ કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ સાથે જ કમુહુર્તા પૂર્ણ થશે. આ સાથે ૧૯ જાન્યુઆરીથી ર૧ ફેબ્રુઆરી સુધી ગુરુનો અસ્ત છે. અને તા. ર૧ ફેબ્રુઆરીથી ૧૬ એપ્રિલ સુધી શુક્રનો અસ્ત છે. પરંતુ આ બન્ને વચ્ચે આઠ દિવસના ગાળામાં ફેબ્રુઆરીમાં ૧પ અને ૧૬ ફેબ્રુઆરીએ લગ્નો યોજી શકાશે. ગુરુ અને શુક્રના અસ્તમાં લગ્ન થઇ શકતા નથી આથી ર૪ એપ્રિલતથી લગ્નના મુહુર્ત ફરી શરુ થશે. કમુહુર્તા  દરમિયાન ધાર્મિક કાર્યો થઇ શકે છે. જેમ કે યજ્ઞ, જપ, રૂદ્ર અભિષેક, ગૃહશાંતિ, રાંદલ માતાજીના લોટા આવા ધાર્મિક  કાર્યો કરી શકાય છે. માત્ર માંગલીક કાર્ય થઇ શકતા નથી. આ વર્ષે અધિક માસને કારણે મકરસંક્રાંતિ પછી પોષી પુનમ તા.ર૮ જાન્યુઆરીએ આવશે. કમુહુર્તામાં ગુરુ અને શુક્રનો અસ્ત અને ત્યારબાદ હોળાષ્ટક હોવાથી લગ્ન માટેના એક સાથે વધુ મુહુર્ત હવે છેક સાડા ત્રણ મહિના બાદ જ શરુ થશે.

ર૧ થી ર૮ માર્ચ સુધી હોળાષ્ટક,  પ્રસંગો નહીં યોજાય

ર૧ માર્ચથી ર૮ માર્ચ ૨૦૨૧ સુધી હોળાષ્ટકમાં પણ શુભ પ્રસંગો નહી યોજી શકાય. હોળાષ્ટક દરમિયાન પણ લગ્ન વાસ્તુ, સગાઇ, ખાતમુહુર્ત સહીતના શુભ કાર્યો કરવામાં આવતા નથી હોળાષ્ટક બાદ એપ્રિલ માસથી ફરી લગ્નની ધુમ ધામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.