Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ પ્રાણીઉદ્યાન હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.50 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

Advertisement

ગેટ, ફેન્સીંગ અને કમ્પાઉન્ડને મજબૂત કરવાનું સૂચન અપાયું: બે વર્ષમાં કામ પૂર્ણ થશે

અંદાજીત 30 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ દિવાલ, ચેઇનલિંક ફેન્સ, પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર, ઇન્ટરનલ રોડ સહિતના કામો કરાશે

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે હાલ જુદી જુદી 67 પ્રજાતીઓના કુલ 555 પ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહેલ છે. જેમાં મુખ્યત્વે એશિયાઈ સિંહ, વાઘ, સફેદ વાઘ, દિપડો, બે પ્રજાતિના રિંછ, બે પ્રજાતિની મગરો, છ પ્રજાતિના હરણો, ચાર પ્રજાતિના વાંદરા, ચાર પ્રજાતિના શ્વાન કુળના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ, જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝૂ ખાતે અત્યાધુનિક સાપઘર અને માછલીઘર મુલાકાતીઓનુ આકર્ષણનું કેન્દ્ર છે.

એશિયાઇ સિંહ સંવર્ધન કેન્દ્ર:  સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાનને એશિયાઇ સિંહના સંવર્ધન અને ઉછેર માટે પાર્ટી સેપેટીંગ ઝૂ તરીકેની માન્યતા આપેલ છે. જેમાં અત્યાર સુધીમાં રાજકોટ ઝૂ ખાતે 50 સિંહબાળનો સફળતાપૂર્વક ઉછેર કરવામાં આવેલ. આ સમગ્ર સંવર્ધ અને ઉછેર માટેનો પ્રોગ્રામ ખુબ જ વૈજ્ઞાનીક રીતે અને બંધનાવસ્થામાં જનીનીક દ્રષ્ટિએ તંદુરસ્ત એવી એશીયાઇ સિંહની વસ્તીને વધારવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે આજી ડેમ ખાતે આવેલ જુના ઝૂને અલગથી જ એશિયાઇ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવેલ છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યુ દિલ્હીના ધારાધોરણ મુજબ વન્યપ્રાણી વિનીમય દ્વારા રાજકોટ ઝૂ ખાતેથી હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ, પંજાબ, લખનઉ ઝૂ, મૈસુર ઝૂ, ભિલાઇ ઝૂ, છતીસગઢ, કાંકરીયા ઝૂ, અમદાવાદ, સક્કરબાગ ઝૂ, જુનાગઢ વિગેરે અલગ અલગ ઝૂ ખાતે સિંહો આપી અન્ય મહત્વનાવન્યપ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

મુલાકાતીઓ માટેની સુવિધા

  • આર્ટીસ્ટીક એન્ટ્રી ગેઇટ
  • મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રીક વાહન વ્યવસ્થા
  • પાર્કિંગ
  • ટિકિટ બુકિંગ ઓફિસ
  • રેસ્ટીંગ શેડ કોમ્પ્લેક્સ
  • ટોઇલેટ બ્લોક
  • લોન અને ગાર્ડન વિથ ચિલ્ડ્રન પ્લે એરિયા
  • મુલાકાતીઓ માટે ફિલ્ટર પાણીની વ્યવસ્થા
  • ફૂડ કોર્ટ
  • સેલ્ફી પોઇન્ટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.