ન્યારી ડેમ ખાતે 152 કરોડના ખર્ચે 150  એમએલડીની ક્ષમતાનો વોટર ફિલ્ટર પ્લાન્ટ બનાવાશે

કોર્પોરેશનના વિસ્તારમાં ભળેલા ગામોમાં વસવાટ કરતા લોકોની સુવિધામાં વધારો કરવા માટે બજેટમાં માતબર જોગવાઇ કરવામાં આવી છે. ભારત સરકારના અમૃત-0.2 મિશન હેઠળ નવા ભળેલા મોટા મવા, મુંજકા અને માધાપર વિસ્તારમાં ઇએસઆઇ-જીએસઆઇ તથા પમ્પીંગ સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. જે કામ પૂર્ણ થતા અંદાજિત બે લાખ લોકોને પીવાનું શુદ્વ પાણી મળશે. મોટા મવામાં રૂ.22.75 કરોડ, મુંજકામાં રૂ.15.19 કરોડ અને માધાપરમાં રૂ.12.65 કરોડના ખર્ચે ઇએસઆઇ-જીએસઆઇ અને પમ્પીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટોરેજ અને ફિલ્ટરેશન ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે. ન્યારી ડેમ ખાતે 150 એમએલડી કેપેસીટીનો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટે રૂ.152 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જુદા-જુદા વિસ્તારોમાં પાણીની સ્ટોરેજ કેપેસીટી વધારવા માટે જીએસઆઇનું કામ કરવામાં આવશે. ન્યારી-1 ડેમ સાઇટ ખાતે ઇન્ટેક વેલ બનાવવામાં આવશે.

જ્યારે અમૃત-0.2 યોજના અંતર્ગત વોર્ડ નં.3, વોર્ડ નં.4, વોર્ડ નં.6, વોર્ડ નં.10, વોર્ડ નં.11, વોર્ડ નં.12, વોર્ડ નં.13 અને વોર્ડ નં.15માં ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે કરોડો રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. વિનોદનગર પમ્પીંગ સ્ટેશનનું અપગ્રેશન કરવામાં આવશે.

waterજળ સંચય સેલ ઉભો કરાશે: પાણીના નવા સ્ત્રોત શોધાશે

જનભાગીદારીથી જળ સંવર્ધનના કામો હાથ ધરાશે

રાજકોટવાસીઓને નિયમિત 20 મિનિટ નળ વાટે પીવાનું પાણી પુરૂં પાડી શકાય તે માટે કોર્પોરેશન તંત્ર સતત છે. વોટર મેનેજમેન્ટ યુનિટ માટે કેટલીક અગત્યની જાહેરાત આજે બજેટમાં કરવામાં આવી છે. હાલ જે પ્રોજેક્ટ કાર્યરત છે અને નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવનાર છે. તેના પ્લાનિંગ અને અમલીકરણ માટે સતત સુપર વિઝન કરવા માટે વોટર પ્રોજેક્ટ સેલ ઉભો કરવામાં આવશે. મેઇન્ટેનન્સની કામગીરીના સુપર વિઝન માટે વોટર ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ સેલ ઉભો કરવામાં આવશે. નવા જળસ્ત્રોત શોધવા તથા જળ સંચય માટે શહેરીજનોની ભાગીદારી વધારવા અને જાગૃતત્તા લાવવા માટે જળ સંચય સેલ બનાવવામાં આવશે. જે રાજકોટને પીવાના પાણી માટે આત્મર્નિભર બનાવવા નવા જળસ્ત્રોત ઉભા કરવા માટે જરૂરી કામગીરી કરશે. આ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા માટે તથા જરૂરી પ્રિફીઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરવા માટે 50 લાખની જોગવાઇ કરવામાં આવી છે. જનભાગીદારીથી જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.